<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સાહિત્ય જગતના ભીષ્મ પિતામહ હવે નહીં મળે સ્ટેજ પરથી સાંભળવા: ડાયરાને કર્યા રામ રામ

પદ્મ શ્રી ભીખુદાનભાઈએ હવે જાહેર જીવનના સ્ટેજ પરથી પ્રોગ્રામ નહીં આપવાની પીઠડધામ જામવાળા ખાતે યોજાયેલા ડાયરામાં કરી જાહેરાત.

ગુજરાતના લોકસાહિત્યનો એક સૂર્ય અસ્ત થયો છે. રાજ્યના પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ડાયરાને રામ રામ કહી દીધા છે. ગીર સોમનાથ જિલ્લાના  પીઠડધામ જામવાળા ખાતે યોજાયેલા ડાયરામાં તેમણે જાહેરાત કરતા કહ્યું, “હવેથી જ્યા સુધી જીવું ત્યાં સુધી ડાયરા બંધ, આ મારા જીવન નો છેલ્લો ડાયરો છે.”

  પ્રખ્યાત લોકગીત અને લોકસંસ્કૃતિનું અવિસ્મરણીય વર્ણન કરતા લોક કલાકાર ભીખુદાન ગઢવીએ આ નિર્ણય જાહેર કર્યો છે. તેમણે વયમર્યાદાના કારણે હવે ડાયરો નહીં કરૂં તેવું કહીને હવે ડાયરામાંથી સંન્યાસ લીધો છે.

ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે.

(8:19 PM IST)