News of Tuesday, 4th February 2025
અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યાની ફરી દિલ્હી હાઈકોર્ટમાં અરજી : આ કારણસર ઉઠાવવું પગલું
દિલ્હી હાઈકોર્ટે ગૂગલ સહિત આ વેબસાઈટને નોટિસ મોકલી: આગામી સુનાવણી માર્ચમાં થશે

મુંબઈ :બચ્ચન પરિવાર દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન માટે છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જુનિયર બચ્ચનને છૂટાછેડાની પોસ્ટ લાઈક કરવાને કારણે અને ઐશ્વર્યાના હાથમાં લગ્નની વીંટી ન હોવાને કારણે, અફવાઓ ઉડવા લાગી હતી કે બંને વચ્ચે બધું બરાબર નથી. ત્યાં સુધી કે તેમના છૂટાછેડાની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. જોકે, અભિષેકે આઈ વોન્ટ ટુ ટોકના પ્રમોશન દરમિયાન છૂટાછેડા જેવા તમામ સમાચારો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
હવે ફરી એકવાર બચ્ચન પરિવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે તેનું કારણ છે તેમની પુત્રી આરાધ્યા. અહેવાલો અનુસાર, આરાધ્યા બચ્ચને હાલમાં જ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે, જેના પછી કોર્ટે ઘણી વેબસાઇટ્સને નોટિસ પાઠવી છે
બાર એન્ડ બેંચે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બચ્ચન પરિવારના વકીલે આરાધ્યા બચ્ચન વિરુદ્ધ વેબસાઈટ મિસલીડિં સમાચારને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ મામલામાં દિલ્હી હાઈકોર્ટે ગુગલ, બોલિવૂડ ટાઈમ અને બીજી ઘણી વેબસાઈટ સામે નોટિસ જારી કરી છે. અરજીમાં મીડિયામાં આરાધ્યા વિશે ભ્રામક જાણકારીને લઈને નિર્ણય આપવાની પણ અપીલ કરવામાં આવી છે.
આ કેસમાં જસ્ટિસ મીની પુષ્કર્ણાએ બચ્ચન પરિવારના વકીલની તમામ દલીલો સાંભળી અને સ્વીકાર્યું કે કેટલાક અપલોડ કરનારાઓ અને પ્રતિવાદીઓ આ કેસમાં કોર્ટમાં હાજર થયા ન હતા. પરિણામે પોતાના બચાવમાં કંઈપણ કહેવાની તેમની તક હવે પૂરી થઈ ગઈ છે.
હવે આ કેસની આગામી સુનાવણી કોર્ટમાં 17 માર્ચ 2025 એટલે કે આવતા મહિને થશે. તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવારની સગીર દીકરી આરાધ્યાની પ્રાઈવસી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ કાનૂની કાર્યવાહી કરી છે.
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
