News of Tuesday, 4th February 2025
અભિષેક શર્મા કઈ હસીનાના પ્રેમમાં છે? જાણો આ સમયે કોને ડેટ કરી રહ્યો છે વિસ્ફોટક બેટ્સમેન
અભિષેક યુવરાજને પોતાના ગુરુ માને છે. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અભિષેકનું અંગત જીવન પણ ચર્ચામાં

વર્ષ 2024માં T20Iમાં ડેબ્યૂ કરનાર અભિષેક શર્મા ઓપનિંગ બેટ્સમેન અને સ્પિનર છે. તેણે વર્ષ 2024માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને ખૂબ જ ઓછા સમયમાં તેણે બધાનું દિલ જીતી લીધું છે.
અભિષેક શર્મા પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, જ્યારે આઈપીએલમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમે છે.
24 વર્ષના અભિષેકે અત્યાર સુધી જે પણ સફળતા મેળવી છે, તેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનો પણ હાથ છે. અભિષેક યુવરાજને પોતાના ગુરુ માને છે. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ અભિષેકનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે અભિષેક શર્મા આ સમયે કોને ડેટ કરી રહ્યો છે?
ડિસેમ્બરે 2024માં Redditએ અભિષેક શર્માની એક તસવીર શેર કરી હતી, જેમાં તેની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. તે તસવીરોએ એવા સમાચારને જન્મ આપ્યો કે અભિષેક શર્મા લૈલા ફૈઝલને ડેટ કરી રહ્યો છે, જે લક્ઝરી મહિલા બ્રાન્ડ LRFની સ્થાપક છે. આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અહેવાલોને કારણે એવું માનવામાં આવે છે. બંને એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમની વચ્ચે સારી મિત્રતા છે.
આ પહેલા અભિષેકનું નામ 2019માં મિસ રાજસ્થાન સ્પર્ધાની રનર અપ દિયા મહેતા સાથે જોડાયું હતું. અભિષેક શર્મા સાથે હાથમાં હાથ નાખીને ઊભી હોય તેવી તસવીર વાયરલ થઈ હતી. આ દરમિયાન તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, શું તારું નામ અભિષેક શર્મા છે, કારણ કે જ્યારે હું તને જોઉં છું ત્યારે મને લાગે છે કે મેં ખુશીની સદી ફટકારી છે.
અભિષેક શર્માની એક્સ ગર્લફ્રેન્ડ તાન્યા સિંહે આત્મહત્યા કરી હતી
અભિષેક શર્માને પણ પોતાની લવ લાઈફના કારણે વિવાદોમાં રહેવું પડ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરી 2024માં એક મોડલે આત્મહત્યા કરી લીધી હતી ત્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે તે મોડલ અભિષેક શર્માની મિત્ર હતી.
તે મોડલનું નામ તાન્યા સિંહ હતું, જેનો મૃતદેહ સુરતમાં તેના ઘરે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે ફરી તપાસ કરી તો જાણવા મળ્યું કે અભિષેકે તાન્યાને વોટ્સએપ પર કેટલાક મેસેજ મોકલ્યા હતા, પરંતુ ક્રિકેટરે કોઈ મેસેજનો જવાબ આપ્યો ન હતો. આ પછી પોલીસે અભિષેકને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અભિષેકે તાન્યાનો નંબર બ્લોક કરી દીધો હતો અને મોડલને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધો હતો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટના બની તે પહેલા બંને 6-7 મહિના સુધી રિલેશનશિપમાં હતા. જોકે, બાદમાં અભિષેકને તેની પૂર્વ પ્રેમિકાના આત્મહત્યા કેસમાં ક્લીન ચિટ મળી હતી.
(1:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
