<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતા આ દેશમાં ત્રણ દિવસમાં 200 ભૂકંપ આવ્યા : મોટા ભૂકંપની આશંકા: સરકારની એડવાઇઝરી જાહેર

ગ્રીસના સેન્ટોરિન આઇલેન્ડ પર સતત ભૂકંપના કારણે સરકારે સાવચેતીના પગલાં લીધાં : સરકારે તમામ શાળા બંધ કરી દીધી અને ઈમર્જન્સી ટીમ તૈનાત કરી દીધી

ગ્રીસના સેન્ટોરિન આઇલેન્ડ પર સતત ભૂકંપના કારણે સરકારે સાવચેતીના પગલાં લીધાં છે. ગત ત્રણ દિવસમાં એજિયન સાગરમાં 200થી વધારે ભૂકંપ આવ્યા છે, જેનાથી એક મોટા ભૂકંપની આશંકા વધી ગઈ છે. જેને ધ્યાને લઈ સરકારે તમામ શાળા બંધ કરી દીધી છે અને ઈમર્જન્સી ટીમ તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત એજિયન સાગરની પાસે દ્વીપ પર પણ સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે. 

સેન્ટોરિનની સાથે અમોર્ગોસ, અનાફી અને આયોસ દ્વીપ પણ આ ભૂકંપની અસર થઈ છે. અહીં પણ સ્કૂલ-કોલેજો બંધ કરાઈ છે અને સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવા સરકારે તૈયારી કરી છે. સ્થાનિક અધિકારીઓએ પણ લોકોને સતર્ક રહેવા અને સુરક્ષા નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે. 

ભૂકંપની તીવ્રતા મહત્તમ 4.8 નોંધાઈ છે. રવિવારે (2 ફેબ્રુઆરી) સેન્ટોરિન અને અમોર્ગોસ વચ્ચે આવેલાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી. 

(10:00 PM IST)