તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
ભારત મંડપમાં વિશ્વ પુસ્તક મેળામાં ધ્યાન, યોગ અને ધર્મના પુસ્તકોની ખૂબ માંગ રહી
વાચકોનું સાહિત્ય, વિજ્ઞાન, રાજનીતિ, ઇતિહાસ અને ટેકનિકી પુસ્તકો ઉપરાંત ડિજિટલ યુગના પુસ્તકો પ્રત્યે પ્રેમ કાયમ રહ્યો

નવીદિલ્હી: ભારત મંડપમાં ચાલી રહેલ વિશ્વ પુસ્તક મેળામાં બીજે દિવસે મોટી સંખ્યાના દર્શકો ઉમટી પડ્યા છે. આ વખતે વાચકો વચ્ચે ધ્યાન, યોગ અને ધર્મની સાથે જોડાયેલા પુસ્તકોની ખૂબ માંગ રહી છે. પ્રકાશકોએ જણાવ્યું કે, વાચકોનું સાહિત્ય, વિજ્ઞાન, રાજનીતિ, ઇતિહાસ અને ટેકનિકી પુસ્તકો ઉપરાંત ડિજિટલ યુગના પુસ્તકો પ્રત્યે પ્રેમ કાયમ રહ્યો છે. લોકો પુસ્તકોને વાંચવા તેમજ સંગ્રહ કરવા માટે રુચિ દર્શાવી રહ્યા છે. હિન્દી અને અંગ્રેજીની સાથે સાથે અન્ય ભાષાના પુસ્તકોના સ્ટોલ પર પણ લોકોની ભીડ રહી છે. દરેક ઉંમરના વાચકો દેશ-વિદેશથી આવ્યા છે, જેઓ પ્રકાશકના સ્ટોલ પર નવા અને જૂના પુસ્તકોની ખણખોદ કરતા જોવા મળી રહ્યા છે.
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
