તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
અંગ્રેજીએ જીંદગી તબાહ કરી : લગ્ન પહેલા પતિએ ઇંગ્લીશ બોલી ઇમ્પ્રેશ કરી પછી ખુલી ગઇ પોલ
અંગ્રેજીમાં જોબ પ્રિસ્ક્રીપ્શન આપ્યુઃ પછી નીકળ્યું પંચર કરવાનું કામ

નવી દિલ્હી તા. ૪: લગ્નને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે. લોકો ધૂમધામથી તેની તૈયારીઓ કરતા હોય છે. વર અને કન્યા પોતાની આ ખાસ ક્ષણને હંમેશા સાચવીને રાખવા માગતા હોય છે. પણ ઘણી વાર લગ્ન બાદ માહોલ માતમમાં બદલાઈ જતો હોય છે. કયારેક કયારેક વરરાજાને ઉલ્લુ બનાવીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ જતી હોય છે, તો કયારેક કોઈ શખ્સ છુપાઈને બીજા લગ્ન કરી લેતા હોય છે. પણ ઘણી વાર નબળા અંગ્રેજીના કારણે પણ હાલત બદલાઈ જતી હોય છે. આજે આપણે આ વીડિયો કંઈક આવું જ જોવા મળશે. આ વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનું કહેવું છે કે અંગ્રેજીએ તેના જિંદગીની વાટ લગાવી દીધી. લગ્ન પહેલા જે પતિએ અંગ્રેજીમાં જોબ ડિસ્ક્રિપ્શન બતાવ્યું હતું, ફેરા બાદ તેની સચ્ચાઈ સામે આવી, જેનાથી મહિલાના હોશ ઉડી ગયા.
વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનું નામ શાલિની પંડિત છે. જોકે આ વીડિયોને શાલિનીએ મનોરંજનના ઉદ્દેશ્યથી બનાવ્યો છે, પણ તે જોવામાં મજેદાર લાગે છે. કદાચ એટલા માટે જ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શાલિની કહે છે કે મારી જિંદગી ઈંગ્લિશના કારણે બરબાદ થઈ ગઈ. લગ્ન પહેલા મેં પતિને પૂછયું કે, ‘‘આપ કામ શું કરો છો?'' તેના પર શાલિનીના પતિએ કહ્યું કે, ‘‘હું ઓર્ગેનાઈઝેશન ઓટો મોબાઈલમાં ડીલ કરું છું. ગાડીની નીચે ચાર રાઉન્ડ એલિમેન્ટ્સ હોય છે, તેના પર જે રબર યૂઝ થાય છે. તેમાં ડિફેક્ટ શોધીને તેને ઠીક કરું છું.'' શાલિનીએ દુઃખી થવાના અંદાજમાં કહ્યું કે, ‘‘ત્યારે મને લાગ્યું કે, બંદો તો બહુ મોટી પોસ્ટ પર છે, ઓટોમોબાઈલ પણ બોલી દીધું. એટલા માટે વધારે કંઈ પૂછયું નહીં.'' પણ બાદમાં જે શાલિનીએ કહ્યું કે, તેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ભલે આ વીડિયોને શાલિનીએ મનોરંજન માટે બનાવ્યો હોય, પણ ઓછું અંગ્રેજી જાણતા લોકો માટે આઘાતથી ઓછું નથી. હકીકતમાં શાલિનીએ આગળ કહ્યું કે, ‘‘લગ્ન બાદ જાણવા મળ્યું કે પંચર લગાવવાનું કામ કરતો હતો. ચાર રાઉન્ડ એલિમેન્ટ જે તે બોલી રહ્યો હતો, તે હકીકતમાં ગાડીના ટાયરની વાત કરી રહ્યો હતો.'' શાલિનીએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘‘મોટી પોસ્ટ''. શાલિનીનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૬૦ લાખથી વધારે લોકો જોઈ ચૂકયા છે. તો વળી ૨ લાખથી વધારે લોકોએ તેને લાઈક કર્યું છે, જ્યારે ૩ લાખ ૫૮ હજારથી વધારે લોકો આ વીડિયોને શેર કરી ચૂકયા છે. ૩ હજારથી વધારે તો તેના પર કોમેન્ટ આવી છે.(
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
