<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

બેંક ઓફ બરોડામાં છે તમારૂ ખાતું ? મિનિમમ બેલેન્‍સ પોલિસી વિશે જાણી લેવું ફાયદાનો સોદો સાબિત થશે

દિલ્‍હી, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહો તો છો અહીંની મિનિમમ બેલેન્‍સની લિમિટ રૂપિયા ૨૦૦૦ સેટ કરવામાં આવી

મુંબઈ, તા.૪: આજકાલ દરેક વ્‍યક્‍તિનું બેંક એકાઉન્‍ટ હોય છે અને આ બેંક એકાઉન્‍ટ ખોવાતી વખતે કેટલાક નિયમોનું પાલન ખાતું ખોલનાર વ્‍યક્‍તિએ કરવાનું હોય છ. જો વ્‍યક્‍તિ દ્વારા નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો બેંક ખાતાધારકને પેનલ્‍ટી લગાવે છે. આ મહત્ત્વના નિયમમાંથી જ એક એટલે મિનિમમ બેલેન્‍સ મેઈન્‍ટેન કરવું. દરેક બેંકની મિનિમમ બેલેન્‍સની પોલિસી અલગ અલગ હોય છે પરંતુ આજે આપણે અહીં વાત કરીશું બેંક ઓફ બરોડાની મિનિમમ બેલેન્‍સ પોલિસી વિશે.

જો તમારું ખાતું પણ બેંક ઓફ બરોડા બેંકમાં છે તો તમારે આ પોલિસી વિશે જાણી લેવું ફાયદાનો સોદો સાબિત થશે, નહીં તો તમારે એના દુષ્‍પરિણામો ભોગવવાનો વારો આવશે. આવો જોઈએ શું છે આ પોલિસી-બેંક ઓફ બરોડા દ્વારા પણ મિનિમમ બેલેન્‍સને લઈને નિયમ બનાવવામાં આવ્‍યો છે. અલગ અલગ ક્ષેત્રની જેમ બેંક દ્વારા એકાઉન્‍ટ માટે મિનિમમ બેલેન્‍સની લિમિટ નક્કી કરવામાં આવી છે.

ઉદાહરણ આપીને સમજાવીએ તો જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં આવેલી બેંક ઓફ બડોદામાં ખાતું ખોલાવ્‍યું છે તો તમારા માટે મિનિમમ બેલેન્‍સની મર્યારા ૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે તો જો સેમિ અર્બન રિજનમાં આવેલી બીઓબીની બ્રાન્‍ચમાં ખાતું ખોલાવ્‍યું છે તો અહીં આ લિમિટ ૧૦૦૦ રૂપિયા જેટલી સેટ કરવામાં આવી છે. આ સિવાય જો તમે દિલ્‍હી,  મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહો તો છો અહીંની મિનિમમ બેલેન્‍સની લિમિટ રૂપિયા ૨૦૦૦ સેટ કરવામાં આવી છે.

બેંકમાં મેઈન્‍ટેન કરવા પડતાં મિનિમમ બેલેન્‍સ વિશે તો જાણી લીધું પણ શું થાય જો ખાતાધારક ખાતામાં મિનિમમ બેલેન્‍સ નહીં મેઈન્‍ટેન કરે તો? ભાઈ આ સવાલનો જવાબ પણ અમે અહીં જ આપવા જઈ રહ્‍યા છે. બેંક ઓફ બરોડા દ્વારા મિનિમમ બેલેન્‍સ મેઈન્‍ટેન નહીં કરો તો બેંક તમને પેનલ્‍ટી ફટકારશે અને તમારા ખાતામાં જ્‍યારે પણ પૈસા જમા કરવામાં આવશે તો તે પૈસા ડાયરેક્‍ટ કાપી લેવામાં આવશે.

બેંક ઓફ બરોડામાં જો તમે ત્રણ મહિનાના આધાર પર મિનિમમ બેલેન્‍સની લિમિટ તો મેઈન્‍ટેન નહીં રાખો તો તમને પેનલ્‍ટી લગાવવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે મેટ્રો અને અર્બન એરિયા આ પેનલ્‍ટી ફી ૨૦૦ રૂપિયા છે જ્‍યારે ગ્રામીણ વિસ્‍તાર માટે આ મર્યાદા ૧૦૦ રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે.

(10:28 AM IST)