<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, આજે થઈ શકે છે મોટી જાહેરાત?

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે?

નવી દિલ્‍હી : ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્‍ય બની ગયું છે. ત્‍યારે હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આ અંગે રાજ્‍ય સરકાર આજે (ચોથી ફેબ્રુઆરી) જાહેરાત કરી શકે છે. રાજ્‍ય સરકાર યુસીસીને લઇને પૂર્વ ન્‍યાયાધીશની અધ્‍યક્ષતામાં એક કમિટીની જાહેરાત કરશે.

કેન્‍દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે

(2:04 PM IST)