<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

સોનામાં અવિરત તેજી : ૧૦ ગ્રામના ભાવ ૮પ,૮૦૦ રૂા.ની નવી ટોચે

આજે વધુ ૫૦૦ રૂા.નો ઉછાળો : છેલ્લા એક માસમાં સોનામાં ૭૦૦૦ રૂા. વધી ગયા : લગ્નસરાની સીઝન ટાણે જ સોનાના ભાવો સળગતા નવી ખરીદી ઠપ્‍પ

રાજકોટ, તા. , ૪: સોનામાં અવિરત તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે વધુ પ૦૦ રૂા.નો ઉછાળો થતા સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ)ના ભાવએ ૮પ,૮૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી સર કરી છે. 

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે વધુ પ૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. સોનુ સ્‍ટાન્‍ડર્ડ ૧૦ ગ્રામના ભાવ વધીને ૮પ,૩૦૦ રૂા. હતા તે વધીને ૮પ,૮૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૮,પ૩,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,પ૮,૦૦૦ રૂા. થયા છે. સોનુ ૧૦ ગ્રામના ભાવ ૮પ,૮૦૦ ઓલ ટાઇમ હાઇ સપાટી હોવાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

સોનામાં સતત તેજીને પગલે છેલ્લા એક માસમાં ૧૦ ગ્રામે ૭,૦૦૦ રૂા.નો અને સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ) એ ૭૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. લગ્નસરાની સીઝન ટાણે જ સોનાના ભાવો  ભળકે બળતા નવી ખરીદી ઠપ્‍પ ગઇ હોવાનું ઝવેરીબજારના સુત્રોએ વધુમાં જણાવ્‍યું હતું. જો કે ચાંદીના ભાવમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯પ,પ૦૦ રૂા. હતા.

(3:02 PM IST)