News of Tuesday, 4th February 2025
ટ્રેનની રિઝર્વ-અનરિઝર્વ, પ્લેટફોર્મ ટિકિટ સહિતની સુવિધા માટે નવી ‘સેવા રેલ' એપ
ટ્રેનને લગતી તમામ પ્રકારની સુવિધાઓ એક જ એપ પરથી મળી જશે:રેલવેની IRCTC અને UTSની સુવિધાઓ પણ નવી સેવા રેલ એપ સાથે લિંક કરી દેવાશે

મુંબઈ, તા.૪: રેલવેતંત્ર દ્વારા નવી સેવા રેલ એપ્લિકેશન લોંચ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી મુસાફરો ટ્રેનની રિઝર્નથી માંડીને અનરિઝર્વ, પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશે. ટ્રેનની રિઝર્વ, અનરિઝર્વની સાથે પ્લેટફોર્મ ટિકિટ, પીએનઆર સ્ટેટ્સ જાણવા માટે હાલમાં IRCTC, UTS સહિતની એપ્લિકેશન અને વેબપોર્ટલ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન કે પોર્ટલ ઉપર એકસાથે તમામ સુવિધાઓ મળતી નથી. રિઝર્વ ટિકિટ લેવા એક એપ તો અનરિઝર્વ ટિકિટ કે પ્લેટફોર્મ ટિકિટ માટે અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ રેલવેતંત્રએ એકસાથે એક જ એપ્લિકેશનના માધ્યમથી રિઝર્વ, અનરિઝર્વ સહિતની ટિકિટ મળી જાય તે માટે નવી સેવા રેલ એપ લોંચ કરવાની તૈયારી કરી દીધી છે. આ સેવા રેલ સાથે IRCTC અને UTSને પણ લિંક કરી દેવાશે. તેથી આ નવી એપ્લિકેશન સુપરએપ તરીકે ઓળખાશે. મુસાફરો ટ્રેન અંગેની માહિતી મેળવવાથી માંડીને ટ્રેનમાં ખાવાનો ઓર્ડર પણ આ એપ્લિકેશનની માધ્યમથી આપી શકશે. હાલ IRCTCની એપ પરથી ઓન બોર્ડ ભોજનની સુવિધા મળે છે. આગામી ટૂંક સમયમાં આ અપ્લિકેશન લોંચ કરાશે. અગાઉની એપ્લિકેશનની સરખામણીમાં આ એપ સરળ હશે. તેમજ એપ કાર્યરત કરાયા બાદ મુસાફરોના ફેડબેકના આધારે તેમાં સુધારા-વધારા પણ કરાશે.
નવી સેવા રેલ ઉપયોગમાં ખૂબ જ સરળ હશે
નવી એપ્લિકેશન IRCTC અને UTS ના યુઝરઆઈડી માધ્યમથી પણ લોંગઇન કરી શકાશે. તેમજ એક વખત સેવા રેલ ઇન્સ્ટોલ કર્યા બાદ તેમાં યુઝર આઈડી દ્વારા લોંગઇન કર્યા બાદ ફક્ત એમપીન યાદ રાખવાનો રહેશે. એમપીન અથવા બાયોમેટ્રિકના આધારે એપ્લિકેશન ઓપરેટ કરી શકાશે. વાંરવાર લોંગઇન કરવાની ઝંઝટથી છૂટકારો મળી જશે. તેમજ પેમેન્ટ વખતે પણ લાંબી બચક -ક્રિયામાંથી બચી શકાશે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
