તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
દિલ્હી વિધાનસભાનો રોચક ઈતિહાસઃ ૧૯૯૨ થી ૨૦૨૫ સુધીની અનેરી સફર
વિધાનસભા ની ખરી શરૂઆત થઇ ૧૯૯૩ થી ભાજપ..કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યુ શાસન ઞ્જ દિલ્હી વિધાનસભા બેઠક પર મહિલા મુખ્યમંત્રીઓનું અનેરૂં વર્ચસ્વ ઞ્જ સુષ્મા સ્વરાજ.. શીલા દીક્ષિત... અને અતિશી મારલેના ઞ્જ શીલા દીક્ષિતે તો ૩ ટર્મ સુધી કર્યુ શાસન ઞ્જ અરવિંદ કેજરીવાલે પણ મુખ્યમંત્રી તરીકે કર્યુ લાબું શાસન

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે આજની રાત કતલ ની રાત સમી છે આવતી કાલે એટલે કે ૫મી ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. ગઈ કલ થી જ સરકારી નિયમ અનુસાર ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ થઈ ગયા છે. ત્રણેય મુખ્ય પક્ષો સત્તા મેળવવા એડીનું જોર લગાવી રહી છે. આ વેળાએ જો આપણે દિલ્હી વિધાનસભા બેઠકના રોચક ઇતિહાસની એક ઝલક જોઈએ તો....
વર્ષ ૧૯૫૨ થી ૨૦૨૫ સુધીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય મુખ્ય પક્ષો એ જાણે ક્રમશઃ શાસન કર્યું દેશના અન્ય રાજ્યોના પ્રમાણમાં આ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે મહિલા ઉમેદવાર નું લેણું વધારે રહ્યાનું જણાય છે. અહીં ભાજપ તરફ થી સુષ્મા સ્વરાજ, કોંગ્રેસ તરફ શીલા દીક્ષિત અને હવે આમ આદમી પાર્ટી તરફથી આતિશી મારલેના મુખ્યમંત્રી પદ ઉપર બિરાજમાન છે.
૧૭ મી માર્ચ ૧૯૫૨ ના રોજ પ્રથમ વખત દિલ્હી રાજ્ય વિધાનસભા નું પાર્ટ સી રાજ્ય સરકાર અધિનિયમ ૧૯૫૧ હેઠળ ગઠન થયું જોકે ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ આને નાબૂદ કરવા માં આવ્યું અને ત્યાર બાદ સપ્ટેમ્બર ૧૯૬૬ માં વિધાનસભા ની જગ્યાએ ૫૬ તથા ૫ સભ્યો ની કાઉન્સિલ ની રચના થઇ.
જોકે આ કાઉન્સિલ ની ભૂમિકા માત્ર સલાહકાર ની જ હતી કારણકે તેમની પાસે કાનૂન બનાવાની કોઈ સત્તા ના હતી જેને પગલે આ પ્રદેશ માં વિકાસ ની ગતિ આગળ વધતી ના હતી. આખરે વર્ષ ૧૯૯૧ માં ૬૯ મોં સંવિધાન સંશોધન અધિનિયમ તેમજ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અધિનિયમ દ્વારા કેન્દ્રશાસિત દિલ્હી ને ઔપચારિક રીતે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ની ઓળખ આપી અને વિધાનસભા તથા મંત્રી પરિષદ નક્કી કર્યું એટલે કે દિલ્હી વિધાનસભા ખરી શરૂઆત થઈ ૧૯૯૩ થી આ બેઠક ની પેહલી વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના ફાળે આવી.
૭૦ બેઠક ઉપર ખેલાયો જંગ જેમાં ભારતીય જનતા પાર્ટી ને ૪૭.૮૨ ટકા વોટ શેર સાથે ૪૯ બેઠકો તો કોંગ્રેસ ને ૩૪.૪૮ ટકા વોટ શેર સાથે ૧૪ બેઠકો તો જનતા દળ ને ૧૨.૬૫ ટકા વોટ શેર સાથે ૪ બેઠકો મળી જયારે અન્ય ૩ બેઠકો અપક્ષ ને ફાળે આવી આમ પેહલી જ વિધાન સભા ભાજપ ના ભાગ માં આવી અને મુખ્યમંત્રી બન્યા મદન લાલ ખુરાના જોકે થોડા સમય બાદ ભાજપે એમની જગ્યાએ સાહિબ સિંહ વર્મા ને મુખ્યમંત્રી બનાવ્યા પરંતુ કહેવાય છે કે મદન લાલ ખુરાના અને સાહિબ સિંહ વર્મા વચ્ચે ના ગજ ગગ્રાહ ને પગલે સાહિબ સિંહે પણ મુખ્યમંત્રી પદે થી આપ્યું રાજીનામુ અને ભાજપે સુષ્મા સ્વરાજ ને મુખ્યમંત્રી બનવા માટે મનાવ્યા અને દિલ્હીને મળ્યા પ્રથમ મહિલા મુખ્યમંત્રી .
જોતજોતા માં ૫ વર્ષ પૂર્ણ થઇ ગયા ૧૯૯૮ ના વર્ષ માં ફરી વિધાનસભા ની ચૂંટણી આવી આ વેળાએ પણ ૭૦ બેઠકો ઉપર જામ્યો જંગ જોકે આ વેળાએ પરિણમ ઉલટું જોવા મળ્યું કોંગ્રેસ ને ૪૭.૭૫ % વોટ શેર સાથે ૫૨ સીટો મળી તો ભાજપ ને ૩૪.૨% વોટ શેર સાથે માત્ર ૧૫ સીટો થી સંતોષ માનવો પડ્યો જનતા દળ ના ભાગે એક સીટ આવી જયારે અપક્ષ ને ૨ સીટો ઉપર સફળતા મળી કોંગ્રેસ હાઈ કમાન્ડે શીલા દીક્ષિત ને મુખ્યમંત્રી બનાવ્યા અને જાણે શરુ થયો શીલા દીક્ષિત નો યુગ વિપક્ષ સતત ઘસાતો ગયો અને કોંગ્રેસ સતત મજબૂત બનતી ગઈ.
વર્ષ ૨૦૦૩ ની ચૂંટણી આવી આ વેળાએ કોંગ્રેસે ૪૮.૧૩% વોટ શેર સાથે ૭૦ સીટ માં થી ૪૭ સીટ ઉપર બાજી મારી. તો ભાજપે ૩૫.૨૨% વોટ શેર સાથે ૨૦ સીટ ઉપર જીત મેળવી પરંતુ સત્તા થી દૂર જ રહી. આ વેળાએ કોંગ્રેસ હાઈ કમાન્ડે ફરી શીલા દીક્ષિત ને જ મુખ્યમંત્રી બનાવ્યા.
વર્ષ ૨૦૦૮ માં આવેલ વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસે ૭૦ સીટ માં થી ૪૦ % વોટ શેર સાથે ૪૩ સીટ ઉપર જીત મેળવી તો ભાજપ ને ૩૬.૩૪% વોટ શેર સાથે ૨૩ સીટ થી જ સંતોષ માનવો પડ્યો આ ચૂંટણી માં બહુજન સમાજ પાર્ટી ને સફળતા મળી અને ૨ બેઠક ઉપર જીત મેળવી મોટી વાત એ રહી કે ભલે બે જ બેઠક ઉપર જ જીત મેળવી પરંતુ ૧૪ % વોટ શેર મેળવી મતદારોમાં પોતાની જગ્યા બનાવી તો એક બેઠક પર અપક્ષે જીત મેળવી હતી આ પરિણામ બાદ પણ કોંગ્રેસ હાઇ કમાન્ડે શીલા દીક્ષિત ને જ મુખ્યમંત્રી બનાવ્યા આમ તેઓ સળંગ ત્રણ ટર્મ માટે મુખ્યમંત્રી બન્યા.
વર્ષ ૨૦૧૩ માં પાંચમી વિધાનસભા ની ચૂંટણી આવી પહોંચી આ સમય દરમ્યાન કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચાર ના આરોપો લોકમુખે લાગી રહ્યા હતા અને કદાચ મતદાતાઓ કોંગ્રેસ થી વિમુખ થઇ રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડનાર અન્ના હઝારે ના ચેલા અરવિંદ કેજરીવાલ ની થઇ એન્ટ્રી.. આઈઆરએસ કક્ષાના અધિકારી એવી અરવિંદ કેજરીવાલે રાજકીય આલમ માં ઝંપલાવ્યું એટલુંજ નહિ દિલ્હીના મતદારો ને સ્વચ્છ શાસન નો ભરોસો અપાવ્યો તથા ગરીબ અને આર્થિક રીતે નબળા મતદાતાઓ ને વીજળી,પાણી સહિતની કેટલીક વસ્તુઓ મફત કે ઓછા દરે આપવાની જાહેરાત કરી અને ચૂંટણી જીતવા માટે એક નવો કીમિયો અપનાવ્યો રાજકીય આલમ ના આ નવા નિશાળિયા સમા કેજરીવાલ નો આ કીમિયો જાણે કામ કરી ગયો આ ચૂંટણી ના પરિણામો માં ભાજપ ને ૪૪.૩ % વોટ શેર સાથે ૩૧ સીટ મળી તો કોંગ્રેસ ને ૧૧.૪% વોટ શેર સાથે માત્ર ૮ સીટ મળી જેની સામે નવાસવા ૅઆમ આદમી પાર્ટી ૅ ૪૦% વોટ શેર સાથે ૨૮ સીટ મળી હવે સરકાર રચવા મટે કોઈ પણ પક્ષ ને ૩૬ સીટ ની જરૂર હતી જે કોઈ પણ પક્ષ પાસે બહુમતી ના હતી.
આ વેળાએઆમ આદમી પાર્ટીએૅ કોંગ્રેસ નો બહારથી ટેકો લઈ સરકાર બનાવી અને અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ભારત ભર ના રાજકીય આલમ માં ચર્ચા ચાલી પરંતુ કેજરીવાલે માત્ર ૪૯ દિવસ શાસન ની ધુરા સંભાળી ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ રાજીનામુ આપ્યું સ્થિતિ ને જોતા રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યાર બાદ આશરે એક વર્ષ સુધી ના સમયગાળા માં રાષ્ટ્રપતિ શાસન રહ્યું .
૧૨ મી જાન્યુઆરી ૨૦૧૫ના આયોગે સાતમી ફેબ્રુઆરી ૨૦૧૫ની તારીખ વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરી.આ સમયગાળા દરમ્યાન કેજરીવાલે મતદારો માં જબરી પકડ મેળવી હતી ૨૦૧૫ના વિધાનસભા ચૂંટણી માં અકલ્પનિય પરિણામ આવ્યું નવીસવી આમ આદમી પાર્ટીએ ૯૫.૭% વોટ શેર સાથે ૭૦ સીટ માં થી અધધધ ૬૭ સીટો પર વિક્રમજનક જીત મેળવી ભાજપ ૪.૨% વોટ શેર માત્ર ૩ સીટ માં સમેટાય ગઈ તો કોંગ્રેસ ખાતું પણ ખોલાવી ના શકી હતી. કહેવાય છે ને કે મતદારો માં ખુબ જ મોટી તાકાત છે અને એ જયારે જવાબ આપે છે ત્યારે ભલભલા ના સુંપડા સાફ થઇ જાય છે .
આમ આદમી પાર્ટીની આ ઐતિહાસિક જીત બાદ ફરી મુખ્યમંત્રી બન્યા અરવિંદ કેજરીવાલ અને શાસન ની ધુરા સંભાળી . ચૂંટણી પેહલા કરેલા વાયદાઓ અને આપેલા વચનો પુરા કરવા માં ઠાગાઠૈયા દેખાવા લાગ્યા આમ છતાં મતદારો ને કેટલાક સારા કાર્યો અને કેટલીક લોભામણી જાહેરાતો થી સતત આકર્ષિત કરી શકયા વર્ષ ૨૦૨૦ ની વિધાનસભા ની ચૂંટણી માં પણ ભાજપે ખુબ જ જોર લગાવ્યું અનેક આયોજનો કર્યા આમ છતાં પરિણામ માં આમ આદમી પાર્ટી ને ૮૮.૫૭ % વોટ શેર સાથે ૬૨ સીટ પર જીત મેળવી તો ભાજપે ૧૧.૪૩ % વોટ શેર સાથે ૮ સીટ ઉપર જીત મેળવી હતી જયારે મતદારો એ ફરી કોંગ્રેસ ને જાણે થપાટ મારી હોઈ તેમ એક પણ સીટ જીતવા દીધી ના હતી ફરીવાર અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા.
વર્ષ ૨૦૨૦ પછી આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર ના આક્ષેપો શરુ થયા,ઉપમુખ્યમંત્રી સહીત આપ ના કેટલાક નેતાઓ ની થઇ ધરપકડ તો દારૂ કૌભાંડ માં કેજરીવાલ ને જેલ પણ જવું પડ્યું ધીમે ધીમે મતદારો નો આમ આદમી પાર્ટી માં થી મોહભંગ થવા લાગ્યો અને જેનો સીધો લાભ ઉઠાવવા ભાજપે કમર કસી હોવાનું જણાય છે,હવે આવતી કાલે એટલે કે ૫મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ફરી વિધાનસભા ચૂંટણી નું મતદાન થવા જઈ રહ્યું છે હવે જોઈએ આ ચૂંટણી માં મતદાતાઓ કયાં પક્ષ ને દિલ્હી પર શાસન કરવાનો મોકો આપે છે.
દિલ્હીના મુખ્યમંત્રીઓની નામાવલી.....
૧૯૫૨ થી અત્યાર સુધી કોણે કર્યું કેટલા દિવસ શાસન....
સૌથી વધુ કોંગ્રેસના શીલા દીક્ષિતે ૧૫ વર્ષ ને ૨૫ દિવસ રાજ કર્યું સૌથી ઓછા સમય માટે રહ્યાં ભાજપના સુષ્મા સ્વરાજ માત્ર ૫૨ દિવસ
(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માં ગણ્યા ગાંઠ્યા કલાકો બાકી છે, ભાજપ, આપ અને કોંગ્રેસ સહીત નાં પક્ષો આ ચુંટણી જંગ જીતવા કોઈ કચાશ રાખી રહ્યા નથી, ત્યારે હવે બધો જ મદાર મતદારો ઉપર છે કે તેવો કયા પક્ષ પર મંજૂરી ની મહોર મારે છે, જે પક્ષ બહુમત માં હશે તે સરકાર બનાવશે અને તે પક્ષના બનશે મુખ્યમંત્રી....
આ વેળા એ આપણે જોઈએ કે દિલ્હી ની વિધાનસભા ગાદી ઊપર ૧૯૫૨ થી અત્યાર સુધીમાં ક્યાં પક્ષ ના કેટલા મુખ્યમંત્રી એ કેટલા દિવસ સાશન કર્યુ....
સૌ પ્રથમ બ્રંહપ્રકાશ જી જેમણે ૧૭ મી માર્ચ ૧૯૫૨ થી ૧૨ મી ફેબ્રુઆરી ૧૯૫૫ સુધી એટલે કે ૨ વર્ષ અને ૩૫૨ દિવસ, ત્યાર બાદ ગુરુમુખ નિહાલ સિંઘ કે જેમણે ૧૨ મી ફેબ્રુઆરી ૧૯૫૫ થી ૧ નવેમ્બર ૧૯૫૬ સુધી એટલે કે ૧ વર્ષ ને ૨૬૩ દિવસ રાજ કર્યું.
જોકે વિધાન સભાની ખરી શરૂઆત તો થઈ ૧૯૯૩ના વર્ષ થી.... જેમાં પ્રથમ વિધાનસભા માં ભાજપ ના મદનલાલ ખુરાનાએ ગાદી સંભાળી તેવોએ ૨ જી ફેબ્રુઆરી ૧૯૯૩ થી ૨૬ ફેબ્રુઆરી ૧૯૯૬ સુધી એટલે કે ૨ વર્ષને ૮૬ દિવસ રાજ કર્યું ત્યાર બાદ ભાજપના જ સાહિબસિંહ વર્મા આવ્યાં મુખ્યમંત્રી પદે તેમણે ૨૬ મી ફેબ્રુઆરી ૧૯૯૬ થી ૧૨ ઓક્ટોબર ૧૯૯૮ સુધી એટલે કે તેમણે ૨ વર્ષ ને ૨૨૮ દિવસ રાજ કર્યુ.
આંતર ગજગ્રાહને પગલે સાહિબસિંહ વર્મા ના જગ્યા એ મુખ્યમંત્રી તરીકે આવ્યા ભાજપના જ સુષ્મા સ્વરાજ.. જોકે તેમણે માત્ર ૫૨ દિવસ સાશન કર્યુ.
ફરી ચૂંટણી આવી અને આ વેળાએ મતદારોએ પોતાની પસંદગીનીનો કળશ જાણે કોંગ્રેસ ઉપર ઢોળ્યો અને કોંગ્રેસના શીલા દીક્ષિત મુખ્યમંત્રી બન્યા તેમણે તો જાણે આ મુખ્યમંત્રી પદ પચાવી પાડ્યું હોય તેમ સતત ત્રણ ટર્મ સુધી સાશન કરવામાં સફળ રહ્યા, ૩જી ડિસેમ્બર ૧૯૯૮ના ૨ ડિસેમ્બર ૨૦૦૩, ૨ ડિસેમ્બર ૨૦૦૩ થી ૩૦ નવેમ્બર ૨૦૦૮ અને ૩૦ નવેમ્બર ૨૦૦૮ થી ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ સુધી એટલે કે સતત ૧૫ વર્ષ અને ૨૫ દિવસ સાશન કરી રેકોર્ડ સજર્યો જે આજ સુધી એટલે કે ૨૦૨૫ સુધી કોઈ તોડી શક્યું નથી.
જોકે ત્યાર બાદ કોંગ્રેસ ના વળતા પાણી જાણે શરૂ થયા આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસનો ટેકો લઈ સરકાર બનાવી અને ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ એટલે કે માત્ર ૪૮ દિવસ મુખ્યમંત્રી તરીકે રહ્યા.
ત્યાર બાદ દિલ્હી માં આવ્યું રાષ્ટ્રપતિ સાશન....૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી રાષ્ટ્રપતિ સાશન રહ્યા બાદ ફરી વિધાનસભા ની ચૂંટણી આવી જેમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી કરી ને ફરી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૧૫ થી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ અને ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી એટલે કે ૯ વર્ષ ૨૧૮ દિવસ મુખ્યમંત્રી તરીકે રહ્યા.
કેજરીવાલે રાજીનામુ આપતાં પક્ષ ની સર્વ સહમતિ થી આતિશી મારલેનાને મુખ્યમંત્રી બનાવ્યા જેવો ૨૧ મી સપ્ટેમ્બર ૨૦૨૪ થી મુખ્યમંત્રી તરીકે સાશન કરી રહ્યા છે જે આ વિધાનસભા ના પરિણામ સુધી એટલે કે ૮ મી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રહે છે તો એ મુજબ તેવો એ ૧૩૧ દિવસ સાશન કર્યુ. હવે સૌની નજર છે કાલના મતદાન અને ૮મી ફેબ્રુઆરીના પરિણામ ઉપર.. કોન બનેગા દિલ્હી કા મુખ્યમંત્રી...???
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
