<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પ્રથમ વખત અમેરિકાથી વિમાન મારફત ગેરકાયદે રહેતા ભારતીય પ્રવાસીઓને પરત મોકલવાનુ શરૂ

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સતામાં આવ્‍યા બાદ નવા નિયમો અમલમાં આવતા કાર્યવાહી

નવી દિલ્‍હી તા.૪: અમેરિકાથી ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. જેમાં ભારતીય નાગરિકો પણ સામેલ છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સત્તામાં આવ્‍યા બાદ આ પહેલીવાર છે કે જ્‍યારે પહેલી વાર અમેરિકાથી વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને પાછા મોકલવામાં આવ્‍યા છે.

સોમવારે સમાચાર એજન્‍સી રોયટર્સના અહેવાસ અનુસાર એક અમેરિકા અધિકારીએ જણાવ્‍યું કે અમેરિકા સેનાનું સી ૧૭ વિમાન પ્રવાસીઓને લઈને ભારત રવાના થયું છે.

અહેવાલો અનુસાર ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તેના ઈમિગ્રેશન એજન્‍ડાને આગળ વધારવા માટે સેનાની પણ મદદ લઈ રહ્યું છે. જેમાં મેક્‍સિકો સીમા પર સેના મોકલવી, ગેરકાયદેસર પ્રવાસીઓને મોકલવા માટે વિમાનનો ઉપયોગ અને તેમને રહેવા માટે સેન્‍ય બેઝ બનાવવામાં આવ્‍યા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે વાતચીતમાં પણ આ મુદ્દો ઉઠ્‍યો હતો. ટ્રમ્‍પે કહ્યું હતું કે ભારત આ મુદ્દા પર જે પણ યોગ્‍ય હશે તે કરશે.

જયશંકરે કહ્યું હતું કે આમાં બીજી અનેક ગેરકાયદેસર પ્રવળતિઓ પણ સામેલ છે અને આ અમારા પ્રતિષ્ઠા માટે સારું નથી. જો અમારા નાગરિકો ત્‍યાં ગેરકાયદેસર રહી રહ્યા છે તો એ સુનિશ્વિત કરવામાં આવે કે તેઓ ભારતીય છે તો અમે તેમને કાયદેસર રીતે ભારત પાછા ફરવા માટે તૈયાર છીએ.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ઓક્ટોબર ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે અમેરિકાઍ ૧૧૦૦ થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં દેશનિકાલ કર્યા હતા.(

(3:32 PM IST)