<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

રેપના ૯૦ ટકા કેસમાં સંમતિથી સેક્‍સ થતું હોય છેઃ ખાપ પંચાયત

રોહતક, તા.૪: ગઈ કાલે ખાપ પંચાયતના એક સભ્‍યએ કહ્યું હતું કે ‘બળાત્‍કારીઓને ફાંસીની સજાની જોગવાઈને કારણે રેપના ખોટા આક્ષેપોનું પ્રમાણ વધશે, કારણ કે આવા ૯૦ ટકા કેસમાં સંમતિથી જાતીય સંબંધ બાંધવામાં આવતો હોય છે.' ખાપ પંચાયતના આ નિવેદનનો કાલે જોરદાર વિરોધ થયો હતો.

દિલ્‍હીમાં આંદોલન કરી રહેલા દેખાવકારોને જ્‍યારે આ બાબતે પૂછવામાં આવ્‍યું ત્‍યારે યુવક-યુવતીઓએ કહ્યું હતું કે ખાપ પાસેથી આ પ્રકારના નિવેદન સિવાય બીજી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. ખાપ પંચાયત એ હરિયાણાના અનેક ગામોના અગ્રણીઓની પંચાયત છે. આ પંચાયતનું સામાજિક રીતિ-રિવાજો પર ભારે વર્ચસ છે. (રર.૧૮)

શેરબજારમાં તેજીનું વાવાઝોડુ : સેન્‍સેકસ ૧૪૫૦ પોઇન્‍ટ અપ : નિફટી ૩૮૦ પોઇન્‍ટ ઉછળી

(3:41 PM IST)