News of Tuesday, 4th February 2025
દેશભરમાં એક વર્ષમાં 21.9 લાખ ગ્રામજનોને કૂતરા કરડ્યા : 37 લોકોના મોત : 5 લાખ લોકો પર વાંદરાઓ અને અન્ય પ્રાણીઓએ હુમલો કર્યો
સરકારે જણાવ્યું હતું કે જાન્યુઆરી-ડિસેમ્બર 2024 દરમિયાન, દેશભરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કૂતરા કરડવાના 519704 કેસ નોંધાયા હતા

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સંસદમાં રખડતા પ્રાણીઓના ભય અંગેનો ડેટા જાહેર કર્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટાને ટાંકીને કહ્યું છે કે જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં, દેશભરમાં 21 લાખ 95 હજાર 122 ગ્રામજનોને કૂતરા કરડ્યા છે. આમાંથી 37 લોકોના મોત પણ થયા.
તેવી જ રીતે, વાંદરાઓ અને અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના ૫૦૪૭૨૮ કેસ નોંધાયા હતા. આમાંથી ૧૧ લોકોના મોત થયા છે. સરકારે જણાવ્યું હતું કે જાન્યુઆરી-ડિસેમ્બર 2024 દરમિયાન, દેશભરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કૂતરા કરડવાના 519704 કેસ નોંધાયા હતા.
સરકારે એમ પણ કહ્યું કે રખડતા પ્રાણીઓ સંબંધિત મુદ્દો સંબંધિત રાજ્ય સરકારોના અધિકારક્ષેત્રમાં આવે છે, તેથી આ ઘટનાઓનો સામનો કરવાની જવાબદારી સ્થાનિક સંસ્થાઓને સોંપવામાં આવી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
