તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th February 2025
ગુરુગ્રામના બાંધવાડી ગામમાં માતા-પિતાની બેદરકારીને કારણે ૧૪ મહિનાની માસુમ બાળકીને વીજ કંરટ લાગતા જીવ ગુમાવ્યો
માસૂમ તાન્યાએ રમતી વખતે દિવાલના સૌથી નીચેના ભાગમાં ઇલેક્ટ્રિક સોકેટમાં ખીલી નાખી હતી. તેણીને વીજળીનો કરંટ લાગતાની સાથે જ એક જોરદાર આંચકો લાગ્યો જેના કારણે તે રૂમમાં દૂર પડી ગઈ

ગાંધીનગરઃ આજના વ્યસ્ત સમયમાં કેટલીક વાર માતા-પિતાની બેદરકારીને કારણે બાળકને જીવ ખોવાનો વારો આવતો હોય છે. આવી અનેક ઘટનાઓ રોજ-બરોજ સામે આવતી હોય છે. આ બધાની વચ્ચે ગુરુગ્રામના બાંધવાડી ગામમાં એક દુ:ખદ ઘટના સામે આવી કે જેમાં એક માસૂમ 14 મહિનાની બાળકીનું વીજળીના કરંટથી મોત થયું. આ ઘટના એવા માતા-પિતા માટે પણ એક બોધપાઠ છે, જેઓ પોતાના બાળકોને રમવા માટે એકલા છોડી દે છે.
વિગતો મુજબ આ અકસ્માત શનિવારે સાંજે થયો હતો જ્યારે છોકરી ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રમી રહી હતી અને તે સમયે તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી જ્યારે પિતા કામ પર ગયા હતા. દરમિયાન રમતી વખતે છોકરીને ઘરમાં ક્યાંક એક લાંબો લોખંડનો સળિયો મળ્યો જેનાથી તેણીએ રમવાનું શરૂ કર્યું અને તે દરમિયાન તેણે દિવાલ પરના ઇલેક્ટ્રિક સોકેટમાં ખીલો ઠોકી દીધો. તે માસૂમ બાળકનું વીજળીના કરંટથી મૃત્યુ થયું.
પોલીસ તપાસ મુજબ, માસૂમ તાન્યાએ રમતી વખતે દિવાલના સૌથી નીચેના ભાગમાં ઇલેક્ટ્રિક સોકેટમાં ખીલી નાખી હતી. તેણીને વીજળીનો કરંટ લાગતાની સાથે જ એક જોરદાર આંચકો લાગ્યો જેના કારણે તે રૂમમાં દૂર પડી ગઈ. ગુરુગ્રામ પોલીસના જનસંપર્ક અધિકારી સંદીપ કુમારના જણાવ્યા અનુસાર, વીજળીનો આંચકો એટલો જોરદાર હતો કે, છોકરી કૂદીને રૂમમાં પડી ગઈ. બાળકોની ચીસો સાંભળીને તેની માતા નીચે દોડી ગઈ અને તેની પુત્રીને બેભાન હાલતમાં મળી. પરિવારના સભ્યો અને પડોશીઓ તાત્કાલિક દોડી ગયા અને તેને સેક્ટર 10A સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, ડોક્ટરોએ છોકરીને મૃત જાહેર કરી. આ ઘટના બાદ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. માસૂમ બાળકના આ અચાનક કરુણ મૃત્યુથી માતા-પિતા ઊંડા આઘાતમાં છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. છોકરીના પિતા મોહિત કુમારે ગ્વાલ પહાડી પોલીસ સ્ટેશનમાં લેખિત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ કાવતરું કે કોઈ પણ પ્રકારની શંકા નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ એક દુ:ખદ અકસ્માત હતો અને કોઈની પણ બેદરકારીના પુરાવા નથી. આ ઘટના એવા માતા-પિતા માટે ચેતવણી છે જેમના ઘરે નાના બાળકો છે. વિદ્યુત ઉપકરણો અને ખુલ્લા સોકેટ્સને સુરક્ષિત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતાપિતાએ ખુલ્લા ઇલેક્ટ્રિકલ સોકેટ્સ ઢાંકવા જોઈએ અને ઘરમાં ખતરનાક વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ, જેથી આવા અકસ્માતો ટાળી શકાય.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
