<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રોહિત સૈનીએ પત્ની અને સાસરિયાઓથી કંટાળીને ગળફાંસી ખાઇ મોતની મીઠું કર્યુ

છુટાછેડા માટે માગ્યા હતા 10 લાખ રુપિયા: રોહિત તેની માતાનો એકમાત્ર હતો સહારો: મૃતકની માતાએ કાર્યવાહીની કરી માંગઃ સુસાઈડ નોટમાં પણ પોતાના મૃત્યુ માટે પત્ની અને સાસરિયાઓને જવાબદાર ગણાવ્યા

નવી દિલ્‍હીઃ  ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રોહિત સૈની નામના યુવકે તેની પત્ની અને તેના પરિવારના સભ્યોથી કંટાળીને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે જ સમયે, પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં લખ્યું હતું કે, માં, મને માફ કરી દેજે, મારા મૃત્યુ પછી મારો ચહેરો મારી પત્નીને ના બતાવતા. કારણ કે મારા મૃત્યુ માટે મારી પત્ની અને તેનો આખો પરિવાર જવાબદાર છે.
મળતી માહિતી મુજબ, રોહિત સૈનીના લગ્ન 13 મહિના પહેલા ચાંદપુર વિસ્તારના ગામ નાયપુરાની રહેવાસી પ્રીતિ સાથે થયા હતા, પરંતુ ત્યારથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના કારણે થોડા સમય પહેલા રોહિતની પત્નીએ પણ ઝેરી પદાર્થ ખાઈ લેવાનું નાટક કર્યું હતું, ત્યાર બાદ રોહિતે તેની સારવાર કરાવી હતી. પરંતુ ત્યારથી રોહિતની પત્ની પ્રીતિ સતત રોહિતને હેરાન કરતી હતી અને તેનાથી અલગ થવાનું પ્લાનિંગ કરતી હતી.
અલગ થવાના બદલામાં પ્રીતિનો પરિવાર રોહિત સૈની પાસેથી 10 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. તેનાથી પરેશાન થઈને રોહિત સૈનીએ મંગળવારે સવારે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા તેણે તેની માતાના નામે એક સુસાઈડ નોટ છોડી હતી અને લખ્યું હતું કે માં, મને માફ કરી દેજે, મારા મૃત્યુ પછી મારો ચહેરો મારી પત્નીને ના બતાવતા. કારણ કે મારા મૃત્યુ માટે મારી પત્ની અને તેનો આખો પરિવાર જવાબદાર છે.
મૃતક રોહિતે લખેલી સુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. રોહિતની આત્મહત્યા બાદ તેના પરિવારમાં દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. રોહિત તેની માતાનો એકમાત્ર સહારો હતો. થોડા સમય પહેલા તેના પિતાનું બિમારીના કારણે અવસાન થયું હતું. તેને બે બહેનો છે, જેઓ પરિણીત છે.
મૃતક રોહિતને ચાર મહિનાનું બાળક પણ છે, જેને તેની પત્ની થોડા દિવસો પહેલા તેની સાથે તેના સાસરે ગઈ હતી. તે જ સમયે, રોહિતની માતાએ તેના પુત્રને ત્રાસ આપવા બદલ તેના સાસરિયાઓ અને તેની પત્ની સામે કાર્યવાહીની માંગ કરી છે અને પોલીસને તેના ચાર મહિનાના પૌત્રને સોંપવાની માંગ કરી છે. આ ઘટના બાદ માતાની હાલત ખરાબ છે અને રડી રહી છે.

(10:47 PM IST)