<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

“અગ્નિપરીક્ષા” બાદ લિબિયા ગયેલા અને બંધક બનાવવામાં આવેલા ઉત્તર પ્રદેશ, બિહારના 18 યુવાનોના ભારત કરશે કમબ્રેક

પોતાના અને પરિવારના સપના પૂરા કરવા માટે પૈસા કમાવવા લિબિયામાં ગયા હતાઃ કામના લાંબા કલાકો, અનિશ્ચિત શિફ્ટ અને અનિયમિત પગારનો વિરોધ કરવા બદલ તેઓની હાલત જેલ જેવી થઈ ગઈ હતી

નવી દિલ્હી: પોતાના અને પરિવારના સપના પૂરા કરવા માટે પૈસા કમાવવા લિબિયા ગયેલા અને બંધક બનાવવામાં આવેલા ઉત્તર પ્રદેશ, બિહારના 18 યુવાનોના ભારત પરત ફરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કામના લાંબા કલાકો, અનિશ્ચિત શિફ્ટ અને અનિયમિત પગારનો વિરોધ કરવા બદલ તેઓની હાલત જેલ જેવી થઈ ગઈ હતી. હવે આ યુવાનો આવતીકાલે 5 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે નવી દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું હતું લે લિબિયામાં ભારતીય દૂતાવાસે બેનગાઝીથી 18 ભારતીય નાગરિકોને પરત લાવવામાં મદદ કરી છે. તેઓ આવતીકાલે ભારત પહોંચશે. તેઓ અહીથી લિબિયામાં કામ કરવા ગયા હતા અને ઘણા અઠવાડિયાથી ફસાયા હતા. દૂતાવાસે સ્થાનિક અધિકારીઓ સાથે રહીને કામ કર્યું અને ભારતીય કામદારોને જરૂરી અધિકૃતતા અને મુસાફરી દસ્તાવેજો પહોંચાડવામાં મદદ કરી.

(11:26 PM IST)