<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

દુનિયાનો સૌથી મોટો હિમખંડનો એક મોટોભાગ લગભગ ૮૦ વર્ગ કિલોમીટર તૂટીને થયો અલગ

આશરે ૩,૩૬૦ વર્ગ કિલોમીટરનો આ આઇસબર્ગ હવે દક્ષિણ અટલાટિક મહાસાગરમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે.

લંડન: દુનિયાનો સૌથી મોટો હિમખંડ વર્ષ-૧૯૮૬માં અંટાર્કટિક ફિલ્ચન અઈસ સેલ્ફથી તૂટીને નીકળેલ.
“એ-૨૩-એ” અત્યાર સુધી ખૂબ જ લાંબી સફર કરી ચૂક્યો છે. જોકે તે પહેલા અનેક વર્ષો સુધી સ્થિર રહ્યો હતો, પરંતુ ૨૦૨૦ માં તે ફરીથી પોતાની યાત્રા પર નીકળી પડ્યો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે, તેનો માર્ગ સ્થાનિય સમુદ્રી ધારાઓ પર નિર્ભર કરશે અને “એ-૨૩,એ” નું સંપૂર્ણ રીતે તૂટવાનું/ નાના ટુકડામાં ગમે ત્યારે કોઈપણ સમયે  થઈ શકે છે. હવે તે ધીરે ધીરે તૂટવા લાગ્યો છે. આશરે ૩,૩૬૦ વર્ગ કિલોમીટરનો આ આઇસબર્ગ હવે દક્ષિણ અટલાટિક મહાસાગરમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં સેટેલાઈટ ઈમેજમાં જોવા મળ્યું છે કે, હિમખંડનો એક મોટોભાગ લગભગ ૮૦ વર્ગ કિલોમીટર તૂટીને અલગ થઈ ગયો છે. અંન્ટાર્કટિક સર્વેના સમુદ્રી વૈજ્ઞાનિક અંડ્યૂ મિઝર્સે જણાવ્યું કે, આ હિમખંડનો પહેલો મોટો ભાગ તૂટ્યો છે. હવે એ-૨૩-એ સંપૂર્ણ રીતે ફાટી જશે કે બની રહેશે.

 

(1:26 AM IST)