News of Wednesday, 5th February 2025
વૃદ્ધાનું મોઢું ટોયલેટના મરઘામાં દબાવી દીધું, લૂંટના ઈરાદે આવેલી યુવતી હત્યા કરવાની જ હતી અને અચાનક....
ઘટનાનો વીડયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહયો છે

મુંબઇ, તા.૫: સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઘરમાં એકલી રહેતા લોકો માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય. ઘટના મહારાષ્ટ્રના પુણેની છે. જ્યાં એક વૃદ્ધ મહિલા ઘરમાં એકલી હતી તે સમયે એક યુવતી ઘરમાં ઘૂસી હતી. યુવતી લિફ્ટમાં મહિલા સાથે વાત કરતી હતી અને બાદમાં જ્યારે મહિલા ઘરમાં આવી ત્યારે તેની પાછળ યુવતી ઘરમાં ઘૂસી અને વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી દીધો.
યુવતી ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસી અને બાદમાં તેણે વૃદ્ધાના ગળામાં દોરી નાખી તેના દાગીના છિનવી લીધા હતા. બાદમાં તેણે મહિલાને ધમકી આપી અને વધારે રૂપિયા તેમજ દાગીનાની માંગણી કરી. જ્યારે વૃદ્ધાએ તેનો વિરોધ કર્યો ત્યારે તે યુવતી તેને બાથરૂમમાં લઈ ગઈ અને મરઘામાં તેનું મોઢું દબાવી દીધું હતું. વૃદ્ધાને લાગ્યું તેનું મોત થઈ જશે જેથી જીવ બચાવવા તેણે પૂરી તાકાતથી મોઢું ફેરવીને યુવતીને વિનંતી કરી.
વૃદ્ધાએ કહયું કે તારે જે જોઈતું હોય તે લઈ લે પરંતુ મને એકલી છોડી દે. વૃદ્ધાની નજર તે સમયે કાચ વાળી બારી પર પડી અને તે બારીમાંથી સીધી કૂદી ગઈ. બાદમાં તેણે ચીસો પાડી, ‘‘મને બચાવો મને બચાવો.'' જેથી સોસાયટીના બાળકોએ લોકોને જાણ કરી. જેથી થોડીક જ વારમાં અમુક લોકો ત્યાં પહોંચ્યા અને તેમણે વૃદ્ધાનો જીવ બચાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટના ઘરમાં એકલા રહેતા વૃદ્ધો માટે લાલબત્તી સમાન કહી શકાય. અજાણ્યા લોકો પર ભરોસો કરવો કેટલો ભારે પડી શકે આ ઘટના તેનું તાજુ ઉદાહરણ છે. જો તમે પણ ઘરમાં એકલા રહો છો તો તમારે પણ સાવધાની રાખવી જરૂરી છે. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વીડિયો જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
