News of Wednesday, 5th February 2025
૨૩ વર્ષના ભત્રીજાને જોઈ કાકી ફીદા થઈ ગઈ, અડધી રાતે ભગાડીને લઈ ગઈ

ચૂરુ, તા.૫: રાજસ્થાનના ચૂરુ જિલ્લાની અડીને આવેલા લાડનૂંમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સંબંધમાં કાકીએ પોતાના ૨૩ વર્ષિય ભત્રીજા પર ફિદા થઈ ગઈ. તે પોતાના પતિને છોડીને ભત્રીજા સાથે લિવ ઈનમાં રહેવા લાગી. યુવકના મામાનું ગામ ચૂરુમાં હોવાના કારણે બંને એસપી ઓફિસે પહોંચ્યા અને સુરક્ષાની માંગ કરી હતી.
ચૂરુ એસપી ઓફિસમાં ૨૧ વર્ષિય મુસ્કાને જણાવ્યું કે, તે પિયર લાડનૂંના જાવાબાસામાં છે. તેના લગ્ન લાડનૂંના સહરિયા વાસમાં રહેતા એક વ્યક્તિ સાથે ૨૦૧૮માં થયા હતા. મુસ્કાને જણાવ્યું કે, તે આઠમું ધોરણ ભણેલી છે. લગ્ન બાદ બે સંતાનો પણ થયા છે. તે પોતાના પાંચ વર્ષના દીકરાને સાસરિયામાં મૂકીને આવતી રહી છે.
તેણે જણાવ્યું કે, ઘરેલુ ઝઘડાને લઈને તેનો પતિ હંમેશા તેની સાથે મારપીટ કરતો હતો. ઘણી વાર તેને ખાવાનું પણ નહોતો આપતો. તેનો પતિ મેશનનું કામ કરે છે. પતિની મારપીટ વિશે પિયરમાં પણ વાત કરી હતી. પણ તેમણે આ વાતને ગંભીરતાથી લીધી નહીં.
મુસ્કાને જણાવ્યું કે, તેના પિયર જાવાબાસામાં તેના પાડોશી અને સંબંધમાં ભત્રીજો ૨૩ વર્ષિય સાહિલે સાથે તેને ત્રણ વર્ષથી દોસ્તી છે. તેણે પોતાના ઘરની વાત સાહિલને કહી હતી. ત્યાર બાદ બંનેનો સંબંધ ગાઢ થતો ગયો. સાહિલ કાર ડ્રાઇવર છે, જે નવમું ભણેલો છે.
મુસ્કાને જણાવ્યું કે, ૧૨ મહિના પહેલા પિયરમાં પણ તેમના સંબંધની સૌને જાણ થઈ ગઈ હતી. લગભગ ૮ મહિના પહેલા તેના પતિને પણ સાહિલ વિશે જાણ થઈ ગઈ. તેના પતિએ તેને ધમકી પણ આપી હતી. પણ છતાં તેણે સાહિલ સાથે કોન્ટેક્ટ રાખ્યો.
૨ ફેબ્રુઆરીની રાત્રે તે પોતાના ૧૦ મહિનાની દીકરી સાથે સાસરિયેથી નીકળી ગઈ. અહીં ભાગીને સાહિલ પાસે આવી ગઈ. બંને બસ પકડીને રતનગઢ પહોંચી ગયા. તેણે જણાવ્યું કે, ચૂરુમાં સાહિલનું મામાનું ગામ છે. એટલા માટે બંને ચૂરુ પહોંચી ગયા.
મુસ્કાને જણાવ્યું કે, તેના પાપા, સસરા, પતિ, બનેવી, કાકા વગેરે બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. એટલા માટે તેઓ સુરક્ષા માટે એસપી ઓફિસે આવ્યા છે. તેણે કહયું કે, ગમે તે થઈ જાય હું સાહિલ સાથે જ રહીશ.(૨૩.૨)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
