News of Wednesday, 5th February 2025
મહાકુંભમાં છવાઈ ગયો છે આ નન્હા ગાંધી
આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો છે

પ્રયાગરાજ તા. ૫: મહાકુંભમાં ગઈ કાલે ત્રેવીસમા દિવસે એક નાનકડો છોકરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નન્હા ગાંધી તરીકે પ્રચલિત થયેલો આ છોકરો સ્વચ્છતાનો સંદેશ ફેલાવી રહ્યો હતો. દિલ્હીનો ગોલુ નામનો આ છોકરો ગાંધીજી જેવો અવતાર ધારણ કરીને ભક્તોને વિનંતી કરી રહ્યો હતો કે પર્યાવરણને અને ગંગા નદીને સ્વચ્છ રાખો.
આ નન્હા ગાંધી સાથે લોકો ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. એક મહિલાએ તો ગોલુનાં ચરણને સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે આ નાનકડો છોકરો કેટલો સુંદર સંદેશ આપી રહ્યો છે, જો ભારત સ્વચ્છ રહેશે તો સ્વસ્થ રહેશે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
