News of Wednesday, 5th February 2025
દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો કાયમ
વર્ષ ૨૦૨૩-૨૪ માં કપાસના ઉત્પાદનમાં ગુજરાત ૯,૦૫૬.૯૯ હજાર ગાંસડી (દરેક ૧૭૦ કિલો) ના ઉત્પાદન સાથે દેશભરમાં ટોચ પર બીજા નંબરે મહારાષ્ટ્ર

નવી દિલ્હી તા.૫: ગુજરાત દેશમાં કપાસના ઉત્પાદનમાં મોખરે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં કપાસના ઉત્પાદનમાં ગુજરાત ૯,૦૫૬.૯૯ હજાર ગાંસડી (દરેક ૧૭૦ કિલો) ના ઉત્પાદન સાથે દેશભરમાં ટોચ પર હોવાનું સંસદમાં એક પ્રશ્નના જવાબમાં કળષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી, રામનાથ ઠાકુરે જણાવ્યું હતું.
સંસદમાં દેશમાં કપાસના રાજ્યવાર ઉત્પાદનની વિગતો મુજબ, ગુજરાતમં ૨૦૨૧-૨૨માં ૧૫૦૯.૩૪ ગાંસડી, ૨૦૨૨-૨૩માં ૮૭૯૫.૫૩ ગાંસડી, ૨૦૨૩-૨૪માં ૯૦૫૬.૯૯ ગાંસડી ઉત્પાદન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં આ વર્ષોમાં અનુક્રમે ૮૨૪૯.૨૪ ગાંસડી, ૮૩૧૫.૬૭ ગાંસડી, ૮૦૪૫.૪૯ ગાંસડી ઉત્પાદન થયું હતું. તેલંગાણામાં ૪૮૭૮.૦૬ ગાંસડી, ૫૭૪૪.૬૨ ગાંસડી, ૫૦૭૯.૭૧ ગાંસડી ઉત્પાદન થયું હતું. ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪માં ગુજરાતે કપાસના ઉત્પાદનમાં મહારાષ્ટ્રને પાછળ રાખ્યું હતું.
૨૦૨૩-૨૪ દરમિયાન, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા MSP કામગીરી હેઠળ કપાસની ૩૨.૮૪ લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી. આ ૩૨.૮૪ લાખ ગાંસડીમાંથી ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ૩૧.૮૦ લાખ ગાંસડી વેચાઈ ચૂકી છે. હાલમાં, ભારતમાંથી કપાસની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી અને ભારત સરકાર કપાસની આયાત કરતી નથી. જોકે, સ્થાનિક વેપારીઓ સ્વતંત્ર રીતે કપાસની આયાત કરે છે અને ભારત સરકાર તરફથી આમ કરવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે કોઈ આદેશ નથી
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
