<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

દિલ્હી ચૂંટણી : સવારે ૧૧ વાગ્યા સુધીમાં લગભગ ૧૯.૯૫% મતદાન થયું

મધ્ય દિલ્હી જિલ્લામાં ૧૬.૪૬ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે પૂર્વ દિલ્હીમાં ૨૦.૦૩ ટકા મતદાન નોંધાયું

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં લગભગ ૧૯.૯૫ ટકા મતદાન નોંધાયું હતું.  ૭૦ સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન આજે સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.

 મધ્ય દિલ્હી જિલ્લામાં ૧૬.૪૬ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે પૂર્વ દિલ્હીમાં ૨૦.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. 
 

 નવી દિલ્હી જિલ્લામાં ૧૬.૮૦ ટકા, ઉત્તર દિલ્હીમાં ૧૮.૬૩ ટકા, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ૨૪.૮૭ ટકા, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં ૧૯.૭૫ ટકા અને શાહદરા વિસ્તારમાં ૨૩.૩૦ ટકા મતદાન થયું હતું.  દક્ષિણ દિલ્હી જિલ્લામાં ૧૯.૭૫ ટકા, દક્ષિણ-પૂર્વમાં ૧૯.૬૬ ટકા, દક્ષિણ-પશ્ચિમમાં ૨૧.૯૦ ટકા અને પશ્ચિમ દિલ્હીમાં ૧૭.૬૭ ટકા મતદાન નોંધાયું છે.

 

(1:17 PM IST)