<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

શું પ્રયાગરાજ ગયા છો અથવા જવાનો છો?: જાણો ગુજરાત પેવેલિયનનું સરનામું અને હેલ્પલાઇન નંબર

રેલ મંત્રાલય દ્વારા સ્પેશિયલ ટ્રેનો અને ગુજરાત સરકાર દ્વારા બસો દોડાવાઈ રહી છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશથી કરોડો ભક્તો પવિત્ર સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જઈ રહ્યા છે. રેલ મંત્રાલય દ્વારા સ્પેશિયલ ટ્રેનો અને ગુજરાત સરકાર દ્વારા બસો દોડાવવામાં આવી રહી છે.

જો તમે ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ ગયા છો અથવા જવાનો પ્લાન કરી રહ્યા છો? તો આ આર્ટિકલમાં અમે તમને ગુજરાત પેવેલિયનનું સરનામું અને હેલ્પલાઇન નંબરની જાણકારી આપી રહ્યા છે. જે તમને કામ આવશે.

ગુજરાત પેવેલિયનનું સરનામું:સેક્ટર 6, ભારદ્વાજ પોલીસ સ્ટેશન પાસે, ભારદ્વાજ રોડ, પ્રયાગરાજ.

ગુજરાત પેવેલિયનથી નજીકનું પોલીસ સ્ટેશન:સેક્ટર 6, ભારદ્વાજ પોલીસ સ્ટેશન અને નાગવાસુકી પોલીસ સ્ટેશન.

ગુજરાત હેલ્પ ડેસ્કનો હેલ્પલાઈન નંબર: ટોલ ફ્રી નંબર - 1800-180-5600. 0532-2977026, 0532-2977029, 0532-2977027, 0532-2977028. 0532-2977030. 0532-2977031

કટોકટીના સમયે સંપર્કની માહિતી: મહાકુંભ હેલ્પલાઈન નંબર - 1920.મેળા પોલીસ હેલ્પલાઈન નંબર - 1944.ફાયર સર્વિસ નંબર - 1945.ભોજન અને પુરવઠો નંબર - 1010 , એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર- 102/108

(1:12 PM IST)