News of Wednesday, 5th February 2025
ChatGPT અને DeepSeekનો ઉપયોગ ન કરો : કેન્દ્ર સરકારે આપી કર્મચારીઓને ચેતવણી
ભારત સરકારે સરકારી કર્મચારીઓને AI એપ્સ અને પ્લેટફોર્મને લઈને એક જરૂરી સર્કુલર જારી કર્યું

નવી દિલ્હી; ભારત સરકારે સરકારી કર્મચારીઓને AI એપ્સ અને પ્લેટફોર્મને લઈને એક જરૂરી સર્કુલર જારી કર્યું છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે, કેટલાક લોકો ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં ChatGPT અને DeepSeek જેવા AI એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જે ભારત સરકારના ગોપનીય દસ્તાવેજો અને ડેટા માટે જોખમી સાબિત થઈ શકે છે.
જણાવી દઈએ કે, ભારતમાં અનેક AI એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini જેવા મુખ્ય એપ્સ છે. ભારતમાં અનેક લોકો તેનો ઉપયોગ કામને સરળ બનાવવા માટે કરે છે. આ દરમિયાન AI એપ્સ કેટલીક જરૂરી પરમિશનને એક્સેસ કરે છે. જેમાં ડેટા અને ફાઈલનું પણ એક્સેસ હોઈ શકે છે.
AI એપ્સને લઈને જારી કરવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે, AI એપ્સ અને ટૂલ્સને સરકારી કમ્પ્યુટર, લેપટોપ અને ડિવાઈસમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
