News of Wednesday, 5th February 2025
દિલ્હીમાં મતદાન વચ્ચે સીલમપુરમાં બુરખાને લઈને હંગામો : ભાજપના વિરોધને લઈને ભારે હોબાળો
-દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર કડક સુરક્ષા વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ

નવી દિલ્હી :દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ એકબીજા પર ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. દરમિયાન સીલમપુરના એક બૂથ પર થોડીવાર માટે હંગામો થયો હતો. બુરખા પહેરેલી મહિલાઓ પર નકલી મતદાનનો આરોપ લાગ્યા બાદ થોડી હંગામો થયો હતો. જોકે, પોલીસે સમયસર પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો આરોપ છે કે બહારથી બુરખામાં મહિલાઓને લાવીને નકલી મતદાન કરવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકરોએ બૂથની બહાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. હંગામો ત્યારે શરૂ થયો જ્યારે કેટલીક મહિલાઓએ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ પોતાનો વોટ આપવા પહોંચી તો તેમને ખબર પડી કે તેમના નામ પર અન્ય કોઈએ પોતાનો વોટ આપી દીધો છે. બીજેપી સમર્થકોએ દાવો કર્યો હતો કે સીલમપુર સીટને અડીને આવેલા યુપીના લોનીના લોકોને બુરખાની આડમાં મતદાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
