News of Wednesday, 5th February 2025
ઈ-વે બિલ વિના ગાડી પકડાય તો દંડની રકમના ૧૦% ભરીને અપીલમાં જવાશે
વેપારીઓએ ભરવાની થતી રકમમાં ૧૫ ટકાનો સીધો ઘટાડો કરી દીધો

મુંબઇ તા. ૫: ઇન્વે બિલ વિનાની ટ્રક પકડાયા બાદ જીએસટી વિભાગ દ્વારા ફટકારવામાં આવતા દંડ ભરપાઇ કરવો નહીં હોય તેવા કિસ્સામાં પહેલા અપીલ કરવા માટે ૨૫ ટકા રકમ જમા કરાવવી પડતી હતી તેમાં હવે ૧૦ ટકા જ રકમ ભરપાઇ કરવમાં આવશે તો પણ અપીલ કરી શકાયય તેવી જોગવાઇ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. ૫૦ હજાર કરતાં વધુ કિંમતની વસ્તુ મોકલવાની હોય તો તેના માટે જીએસટી પોર્ટલ પરથી ઇ-વે બિલ બનાવવાનું ફરજીયાત હોય છે. તેના વિના વસ્તુ લઇ જવામાં આવતી હોય અને જીએસટી અધિકારીઓ દ્વારા પકડવામાં આવે તેવા કેસમાં કલમ ૧૨૯ અને ૧૩૦ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.સાથે સાથે અધિકારીઓ દ્વારા વસ્તુની કિંમતના આધારે દંડ ફટકારવમાં આવતો હોય તો ગાડી પણ જપ્ત કરી લેવામાં આવતી હોય છે.જયાં સુધી વેપારી દંડની રકમ ભરપાઇ નહી કરે ત્યાં સુધી ગાડી છોડવામાં આવતી નથી. આ માટે વેપારીઓ દ્વારા કેટલીક વખત ઇનવે બિલ બનાવવાનું ભૂલીપણ જતા હોય છે, પરંતુ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના કારણે તેઓ અપીલમાં જતા હોય છે. અપીલમાં જતા પહેલા અધિકારીને ફટકારેલા દંડની રકમના ૨૫ ટકા પહેલા જમા કરાવ્યા બાદ જ વેપારીની અપીલ પર સુનાવણીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી આ જ પ્રમાણે અપીલની પ્રક્રિયા પાર પાડવામાં આવતી હોય છે. જયારે હાલમાં રજૂ કરાયેલા કેન્દ્રિય બજેટમાં અપીલમાં જવા માટે પહેલા ૨૫ ટકા રકમ વસૂલ કરવામાં આવી હતી.તેમાં ઘટાડો કરીને વેપારી ૧૦ ટકા રકમ પણ ભરપાઇ કરશે તો અપીલમાં કાર્યવાહી શરૂ થઇ શકાશે.
કેન્દ્રિય બજેટમાં આ માટેની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ જયાંસુધી તેનું સતાવાર જાહેરનામુ બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેનો અમલ થઇ શકશે નહીં.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
