<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

હવે વાર્ષિક અને ૧૫ વર્ષના ગાળા માટે ટોલટેક્‍સની યોજનાઓ મોદી સરકાર લાવી રહી છે : એપ્રિલ સુધીમાં જાહેરાત : ન્‍યૂઝફર્સ્‍ટ

એનડીએ સરકાર ટૂંક સમયમાં દેશભરના ખાનગી પેસેન્‍જર કાર માલિકો માટે વાર્ષિક અને લાંબા ગાળા માટે, અમર્યાદિત ઍક્‍સેસ ‘‘ટોલ''યોજનાઓ લાવશે. રાષ્‍ટ્રીય ધોરીમાર્ગોના અમર્યાદિત ઉપયોગ માટે રૂ. ૩,૦૦૦ ની એક વખતની ચુકવણી સાથે વાર્ષિક ટોલ પાસ અપાશે.

 ૧૫ વર્ષમાં રૂ. ૩૦,૦૦૦ ની એડવાન્‍સ ચુકવણી કરવાથી, કાર માલિકોને  અમર્યાદિત ટ્રિપ્‍સ માટે, ટોલ પાસ અપાશે, જેના દ્વારા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો પર મુક્‍તપણે ફરવા જઈ શકાશે.

  દરખાસ્‍ત અંતિમ તબક્કામાં છે; આ વર્ષે માર્ચ અથવા એપ્રિલમાં જાહેરાત થવાની સંભાવના છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

      

 

 

(3:27 PM IST)