News of Wednesday, 5th February 2025
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું
આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે.

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું છે. આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, 'અમેરિકાથી પાછા આવે તેઓને કોઈ ગુનેગાર તરીકે નહીં જોવા જોઈએ, તેઓ પણ આપણાં ગુજરાતી છે.'
નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે, ત્યા તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકાના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દ્રષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા છે.'
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
