<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ઝી ન્યુઝ - ICPL ના AI સર્વેમાં દિલ્હીમાં બનશે આમ આદમી પાર્ટીની બનશે સરકાર : જાણો ભાજપની કેટલી સીટનો અંદાજ

દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ :મત ગણતરી 8 ફેબ્રુઆરીએ થશે : જાણૉ અલગ અલગ એક્ઝિટ પોલનું તારણ

નવી દિલ્હી : દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થયું હતું. રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે છૂટાછવાયા અથડામણને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. દિલ્હીમાં કુલ 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા.

  દિલ્હીના તમામ 11 જિલ્લાની 70 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મતદાન મથકના દરવાજા સાંજે 6 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવ્યા હતા, જે લોકો અંદર પ્રવેશ્યા હતા તેમને ગેટ બંધ ન થાય ત્યાં સુધી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી

જર્નો મિરર એક્ઝિટ પોલ્સે દિલ્હીમાં AAP સરકારની રચનાનો સંકેત આપ્યો છે. અહીં તેમને  45 થી 48 સીટ મળી શકે છે. ભાજપને 18થી 20 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 0 થી 1 સીટ મળી શકે છે.

ZEE NEWS અને ICPLના AI સર્વે અનુસાર, દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનશે તેવું લાગી રહ્યું છે. સર્વેમાં AAPને 33-38 બેઠકો, ભારતીય જનતા પાર્ટી (BJP)ને 31-36 બેઠકો અને કોંગ્રેસને 0-2 બેઠકો મળી શકે છે.

9માંથી 8 એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. પીપલ્સ ઈનસાઈટ એક્ઝિટ પોલમાં AAPને 25માંથી 29 સીટ, બીજેપીને 40થી 44 સીટ અને કોંગ્રેસને 1 સીટ મળતી જોવા મળી રહી છે.

JVC એક્ઝિટ પોલમાં ભાજપને 39થી 45 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ચાણક્ય રણનીતિના એક્ઝિટ પોલમાં ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ દિલ્હીમાં બીજેપીને 39-44 અને AAPને 25-28 સીટો મળવાની ધારણા છે

8 એક્ઝિટ પોલના પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. જ્યારે AAPની બેઠકો ઘટીને અડધી થવાની ધારણા છે. અહીં ભાજપને 44, AAPને 25 અને કોંગ્રેસને 1 સીટો મળવાની આશા છે

P-MARQ એક્ઝિટ પોલમાં ભાજપને 39થી 49 બેઠકો મળવાની ધારણા છે., AAPને 21 થી 31 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 0 થી 1 સીટ મળી શકે છે.

(7:36 PM IST)