News of Wednesday, 5th February 2025
અમેરિકામાં ભારતના નહીં પણ મેક્સિકોના નાગરિકોનો સૌથી વધુ ગેરકાયદેસર વસવાટ : પોલીસ કેવી રીતે ઓળખ કરે છે?
અમેરિકામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વિવિધ દેશોના નાગરિકોને તેમની મૂળ દેશ પરત મોકલવા માટે અભિયાન

અમેરિકા જઈને ત્યાં નોકરી કરવાનું સપનું સૌ કોઈનું હોય છે. વિશ્વના તમામ દેશોના લોકો આ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જોકે અમેરિકામાં વસવાટ કરવો એટલું સરળ નથી.
અહીંના વિઝા તથા સિટીઝનશીપના નિયમ ખૂબ જ કડક છે. જોકે અમેરિકામાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતાં વિવિધ દેશોના નાગરિકોને તેમની મૂળ દેશ પરત મોકલવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંજોગોાં અમેરિકામાં સૌથી વધારે કયા દેશના લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તે પ્રશ્ન થાય તે સ્વભાવિત છે.
મેક્સિકો એવો દેશ છે કે જેના સૌથી વધારે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે. પ્યૂ રિસર્સ સેન્ટરન માહિતી પ્રમાણે અમેરિકામાં એક કરોડથી વધારે ગેરકાયદેસર લોકો વસવાટ કરી રહ્યા છે. જેમાંથી આશરે 40 લાખ લોકો મેક્સિકોના છે.
વર્ષ 2022ની માહિતી પ્રમાણે અમેરિકામાં ભારતના આશરે 7 લાખથી વધારે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની પોલીસ આ પ્રકારના વિવિધ દેશોમાં આવતા લોકોને પેપરલેસ કેટેગરીમાં રાખે છે.
કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન થાય છે કે પોલીસ આ પ્રકારના લોકોની ઓળખ કેવી રીતે કરે છે. આ માટે પોલીસ પાસે અનેક પ્રકારની ગુપ્ત માહિતી હોય છે. આ માટે તે જેતે વિસ્તારમાં દરોડા પાડે છે અને ત્યારબાદ ધરપકડ કરે છે. આ પ્રકારના લોકોની ધરપકડ કરી એક ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવે છે. તે એક પ્રકારની જેલ હોય છે. ત્યારબાદ નાગરિકતા અથવા કાયદેસરતા સાબિત કરવા સમય આપવામાં આવે છે. જો લોકો આમ કરતી શકતા નથી તેમને કોર્ટ ડિપોર્ટ કરવા આદેશ કરે છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
