તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Wednesday, 5th February 2025
ડૉલર સામે ૩૯ પૈસા તૂટી ૮૭.૪૬ની નીચી સપાટીએ
ટેરિફ વૉરની ભીતિ વચ્ચે રૃપિયો કડડભૂસઃફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે

નવી દિલ્હી, તા.૫
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં રૃપિયો ગગડ્યો છે. ડૉલર સામે રૃપિયો આજે વધુ ૩૯ પૈસા તૂટી ૮૭.૪૬ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ફોરેક્સ માર્કેટમાં હલચલ વધી છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થતાં રોકાણકારો હાલ સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર પણ ઊંચો ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે ભારત પર પણ ટેરિફનું જોખમ વધ્યું છે. ડૉલર સામે રૃપિયો છેલ્લા કેટલાક દિવસોથી ગગડતાં આયાત મોંઘી થવાની શક્યતા છે. જેની સાથે વિદેશમાં હરવા-ફરવા અને અભ્યાસ મોંઘો થશે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને સોનાના ભાવ વધશે. આયાત થતી કોમોડિટીના ભાવો આસમાને પહોંચતાં મોંઘવારી વધશે. દેશમાં વિદેશી રોકાણ પણ ઘટશે. રૃપિયામાં નોંધાઈ રહેલો કડાકો અટકાવવા માટે આરબીઆઇની દખલ આવશ્યક બની છે.
ડૉલર સામે રૃપિયો મોંઘો બનતાં વિદેશથી ડૉલર મોકલવામાં ફાયદો થશે. તેમજ મેડિકલ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે. નિકાસકારોની આવક વધશે. આઇટી, ફાર્મા ક્ષેત્રે ડૉલરમાં કમાણી વધશે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
