News of Wednesday, 5th February 2025
તા.૯ થી ૧૨ ફેબ્રુઆરી સુધી આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મરુ મહોત્સવનું આયોજન
લોક કલાકારોની સાથે સુફી સિંગર જ્યોતિ નુરાન, કાકા, કબીર કેફે અને કુટલે ખા આકર્ષણનુ મુખ્ય કેન્દ્ર હશે.

જૈસલમેર:આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મરુ મહોત્સવ-૨૦૨૫ નું આયોજન તા.૯ થી ૧૨ (ચાર દિવસ) ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આયોજન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ધૂમ રહેશે. તેના અંતર્ગત લોક કલાકારોની સાથે સુફી સિંગર જ્યોતિ નુરાન, કાકા, કબીર કેફે અને કુટલે ખા આકર્ષણનુ મુખ્ય કેન્દ્ર હશે.
પરમાણુ નગરી પોકરણમાં તા.૯ ફેબ્રુઆરીએ સવારે ૯ વાગે સાલમસાગર તળાવ પર આવેલ નેપાલેશ્વર મહાદેવના મંદિરમાં આરતી કરવામાં આવશે તેમજ પોકરણ ફોર્ટથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સવારે ૧૧ વાગે મહોત્સવનું ઉદ્ઘાટન થશે, તેમજ ત્યાર પછી મિસ પોકરણ, મિસ્ટર પોકરણ જેવી રોચક પ્રતિયોગિતાઓ આયોજિત થશે. તા.૧૦ ફેબ્રુઆરી સવારે સોનાર દુર્ગ ખાતે ભગવાન લક્ષ્મીનાથજીના મંદિરમાં સવારે ૯ વાગે આરતી કરવામાં આવશે, ત્યાર પછી સવારે ૯ વાગે ગડીસર સરોવરથી રંગારંગ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહીદ પૂનમસિંહ સ્ટેડિયમમાં મરું મહોત્સવની શરૂઆત થશે. અહીં મરુશ્રી તેમજ મિસ મૂમલ, મિસેજ જૈસલમેરની સાથે મૂમલ-મહેન્દ, સાફા બાંધો તેમજ મૂંછ પ્રતિયોગિતાઓ યોજાશે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
