<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

સનાતન ધર્મની વિરુદ્ધ સોપારી લઈને ષડ્યંત્ર કરવાવાળાને ખુલ્લા પાડીશું : યોગીનો ધ્રુજારો

મુખ્યમંત્રીએ કહ્યું- સનાતન ધર્મના આ સૌથી મોટા આયોજનના સાક્ષી બનીને દેશ-દુનિયા ગૌરવ કરી રહી છે, ત્યારે ખોટા અને અસત્યના રોજે રોજ નવા પ્રતિમાન ગઢી રહ્યા છે. તેમનું ષડયંત્ર સફળ થવાનું નથી.

મહાકુંભ નગર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, સનાતન ધર્મની વિરુદ્ધ સોપારી લઈને ષડયંત્ર કરવાવાળાને અમે ખુલ્લા પાડીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે, એક તરફ સનાતન ધર્મના આ સૌથી મોટા આયોજનના સાક્ષી બનીને દેશ-દુનિયા ગૌરવ કરી રહી છે, ત્યારે બીજીબાજુ સનાતન ધર્મની વિરુદ્ધ સોપારી લઇને ષડયંત્ર કરવા વાળા તત્વ સતત શરારત પર શરારત કરતા ખોટા  અને અસત્યના રોજે રોજ નવા પ્રતિમાન ગઢી રહ્યા છે. તેમનું ષડયંત્ર સફળ થવાનું નથી. 

  મુખ્યમંત્રીએ કહ્યું કે, સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવના વક્તવ્ય તેમના સનાતન ધર્મ વિરોધી ચરિત્રને ઉજાગર કરે છે. બંને નેતા ખોટું બોલી રહ્યા છે. પહેલા દિવસથી જ મહાકુંભની વિરુદ્ધ દૃષ્પ્રપ્રચાર કરી રહ્યા છે. અમે ૨૯ જાન્યુઆરીની દુર્ઘટનાની વાસ્તવિકતાના ઊંડાણમાં જઈશુ અને ષડયંત્રકારિયોને ખુલ્લા પાડીશું, તેમને સજા કેવી આપવામાં આવે છે, તે તમને ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૮ વર્ષોમાં જોયું હશે, અને આગામી દિવસોમાં પણ તમને જોવા મળશે.

(10:26 PM IST)