<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

બે વર્ષમાં ૧.૫૫ કરોડ મનરેગા મજૂરોના નામ રદ

વર્ષ ૨૦૨૨-૨૩ માં ૮૬,૧૭,૮૮૭ અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬૮,૮૬,૫૩૨ થી વધુ જુદા-જુદા કારણોને લઈને નામ રદ કરાયા

નવીદિલ્હી: ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી કમલેશ પાસવાને જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ૮૬,૧૭,૮૮૭ અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬૮,૮૬,૫૩૨ થી વધુ જુદા-જુદા કારણોને લઈને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માંથી ૧.૫૫ કરોડ કરતાં વધુ સક્રિય શ્રમિકોના નામ રદ /હટાવવામાં આવ્યા છે.

પાસવાનના જણાવ્યા પ્રમાણે શ્રમિકોના નામ બોગસ / ડુપ્લીકેટ / ખોટા જૉબ કાર્ડ ગ્રામ / ગ્રામ પંચાયતોથી સ્થાયી રૂપથી સ્થાનાંતરિત થયેલ પરિવારો / તેમના ગામોને શહેરીના રૂપમાં વર્ગીકૃત  કરવામાં આવેલ જેવા કારણોથી રદ કરી દેવામાં આવ્યા છે.

(10:35 PM IST)