News of Wednesday, 5th February 2025
475 વર્ષની જેલ : અમેરિકન ઇતિહાસમાં કોઈ પણ કેસમાં આરોપીને અપાયેલી આ સૌથી લાંબી સજા
અમેરિકાના જ્યોર્જિયામાં કોર્ટે એક માણસને એટલી લાંબી સજા ફટકારી છે કે તેને પૂર્ણ કરવા માટે તેને અનેક જીવનકાળ પસાર કરવા પડશે: જાણો શું હતો ગુન્હો ?

અમેરિકાની એક કોર્ટે એક વ્યક્તિને 475 વર્ષની જેલની સજા ફટકારી છે. અમેરિકન ઇતિહાસમાં કોઈ પણ કેસમાં 57 વર્ષીય આરોપીને આપવામાં આવેલી આ સૌથી લાંબી સજા છે. આખરે મામલો શું છે? અમેરિકાના જ્યોર્જિયામાં કોર્ટે એક માણસને એટલી લાંબી સજા ફટકારી છે કે તેને પૂર્ણ કરવા માટે તેને અનેક જીવનકાળ પસાર કરવા પડશે. આ માણસને ગેરકાયદેસર કૂતરાઓની લડાઈનું આયોજન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે, અને કોર્ટે તેને 475 વર્ષની જેલની સજા ફટકારી છે. ગુનેગારની ઓળખ 57 વર્ષીય વિન્સેન્ટ લેમાર્ક તરીકે થઈ છે. આરોપ હતો કે તે 100થી વધુ પિટબુલ કૂતરાઓને લડવા માટે માત્ર ઉછેરતો જ નથી, પરંતુ તેમને તાલીમ પણ આપી રહ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ અમેરિકામાં સનસનાટી મચી ગઈ હતી.
એક અહેવાલ મુજબ, પૌલડિંગ કાઉન્ટીની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. કોર્ટે લેમાર્કને કૂતરાઓની લડાઈના 93 આરોપોમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને દરેક કેસમાં 5 વર્ષની જેલની સજા ફટકારી છે. આ બધી સજા અલગથી ભોગવવી પડશે. 10 કેસમાં આરોપીઓ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાના દોષી સાબિત થયા હતા. દરેક કેસમાં એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સજા પણ અગાઉની સજા ઉપરાંત ભોગવવી પડશે. આ રીતે આરોપીને કુલ 475 વર્ષ જેલમાં વિતાવવા પડશે.
આ સજા અમેરિકન ઇતિહાસમાં કૂતરાઓની લડાઈના ગુનાઓ માટે આપવામાં આવેલી સૌથી લાંબી સજા માનવામાં આવે છે. આ કેસના મુખ્ય ફરિયાદી કેસી પેગ્નોટાના મતે, કોર્ટનો નિર્ણય પ્રાણીઓ સાથે ક્રૂર વર્તન કરનારાઓ માટે ચેતવણી છે. આવી ઘટનાઓ સામે આપણે અવાજ ઉઠાવવો પડશે. સમાજમાં પ્રાણીઓ પર થતા આવા અત્યાચારો બંધ થવા જોઈએ. આરોપી લેમાર્કના વકીલ ડેવિડ હીથે આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે કોર્ટનો નિર્ણય પુરાવાની વિરુદ્ધ છે અને અમને તેને ફરીથી પડકારવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે તેમના ક્લાયન્ટ દોષિત નથી.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
