News of Wednesday, 5th February 2025
હવે ભારતીય પણ વિદેશના લોકોની સાથે મકાનોની અદલા-બદલી કરી શકશે
વૈશ્વિક મહામારી પછી ભરતીયો દ્વારા અંતરરાષ્ટ્રીય યાત્રાઓ વધી:ભારતનું વિદેશ યાત્રાબજાર વર્ષ-૨૦૩૪ સુધીમાં ૫૫.૪ અરબ ડોલરનું થવાનું અનુમાન

નવીદિલ્હી: દુનિયા ભરમાં ઘર જેવી સુવિધા આપવા વાળી કંપની “હોમ એક્સચેન્જ” ભારતીય બજારમાં આવી રહી હોવાની કંપનીએ તેની જાહેરાત કરી છે. ભારતીય બજારમાં કંપનીનું સભ્ય પદ દુનિયાભરમાં સૌથી ઓછી કિંમત પર આપવામાં આવી રહ્યું છે. ભારતીય ગ્રાહક વાર્ષિક રૂ્.૭,૫૦૦ આપીને પ્રાથમિક સભ્ય બની શકો છો.
તેની સરખામણીમાં અમેરિકામાં તેને માટે ગ્રાહકોએ ૨૨૦ ડોલર ખર્ચ કરવો પડતો હોય છે. કંપનીએ ભારતીય સભ્ય ફી અન્ય દેશોની સરખામણીમાં સૌથી ઓછી રાખી છે. પેરિસ મુખ્યાલય વાળા આ પ્લેટફોર્મ હોમ એક્સચેન્જ મોડેલ મુજબ પોતાના સભ્યોને એકબીજાની વચ્ચે એક નિશ્ચિત સમય સુધી પોતાના મકાનની અદલા-બદલી (સ્વૈપિગ) કરવાની સંમતિ આપે છે. જો સીધું સ્વૈપ શક્ય નહીં હોય તો, સભ્ય અન્ય સભ્યોની મહેમાનગીરી દ્વારા ગેસ્ટ પોઇન્ટ મેળવી શકે છે, અને ત્યાર પછી ઇન પોઇન્ટને કોઈ અન્યને મકાનમાં રહેવા દરમિયાન ઉપયોગ કરી શકે છે. એનો અર્થ એવો થાય છે કે, ભારતનો કોઈપણ સભ્ય દુનિયાના કોઈ પણ દેશના મકાનમાં ૫-૭ રાત્રિને માટે રહી શકે છે. તેમાં તેણે પહેલા મહેમાનગીરી કરવાની પણ જરૂરત નહીં રહે, અને તેને માટે તેણે એક વર્ષ સુધી અસીમિત એક્સચેન્જનો પણ વિકલ્પ મળશે. હોમ એક્સચેન્જના મુખ્ય કાર્ય અધિકારી ઈમૈનુઅલ અરનૉડે જણાવ્યું કે, હાલમાં ફ્રાન્સ, અમેરિકા, સ્પેન, ઈટલી અને કનાડા અમારા પાંચ મુખ્ય બજાર છે. અમને આશા છે કે, આગામી પાંચ વર્ષોમાં ભારત અમારા પાંચ મુખ્ય બજારોમાં સામેલ થઈ જશે, અને એક વર્ષમાં જ ૩થી૫ હજાર મકાન અમારા વૈશ્વિક નેટવર્કમાં સામેલ થઈ જશે. અત્યાર સુધી હોમ એક્સચેન્જ એશિયામાં ક્યાંય નથી.૧૫૫ દેશોમાં આશરે બે લાખ સભ્યો વાળી કંપનીના દરેક સભ્ય દર વર્ષે તેમને આશરે ૨૦૦ ડોલરની કમાણી કરાવે છે, તેનાથી કંપનીનું વૈશ્વિક રાજસ્વ આશરે ૪ કરોડ ડોલરનું થઈ જાય છે. આગામી પાંચ વર્ષોમાં કંપનીનું વૈશ્વિક રાજસ્વ ચાર ઘણું થઈ જશે, અને ભારત આગામી સમયમાં તેમાં ઓછામાં ઓછું ૧ કરોડનું યોગદાન આપશે.
વૈશ્વિક મહામારી પછી ભરતીયો દ્વારા અંતરરાષ્ટ્રીય યાત્રાઓ વધી ગઈ છે. ભારતનું વિદેશ યાત્રાબજાર વર્ષ-૨૦૩૪ સુધીમાં ૫૫.૪ અરબ ડોલરનું થવાનું અનુમાન છે. તેમાં વાર્ષિક ૧૧ ટકાથી વધુની વૃદ્ધિ થવાની છે. કંપનીએ કહ્યું કે મુખ્ય અંતરરાષ્ટ્રીય ગંતવ્યોમાં હોટલ ભાડા છેલ્લા એક વર્ષમાં ૨૦થી૩૦ ટકા વધી ગયા છે, એટલા માટે હોમ એક્સચેન્જ કિફાયતી શ્રેણીની રજૂઆત કરી રહી છે. કંપની સ્થાનીય પરિચાલન, લોકોને જોડવા અને પર્યટન બોર્ડની સાથે ભાગીદારીને માટે દિલ્હી એનસીઆર માં પોતાનું કાર્યાલય બનાવશે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
