News of Thursday, 6th February 2025
બંગ્લાદેશમાં ફરી હિંસા ભડકીઃ બંગબંધુ મુજિબર રહેમાનનાં નિવાસે હુમલોઃ તોડફોડ અને આગજની
દેખાવકારો બુલડોઝર લઇને આવ્યા હતા

ઢાકા, તા. ૬, બુધવારે રાત્રે બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક ધાનમોન્ડી-૩૨ નિવાસસ્થાન પર વિરોધીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલો એવા સમયે થયો જ્યારે સોશિયલ મીડિયા પર ‘‘બુલડોઝર રેલી'' ની જાહેરાતો ઝડપથી ફેલાઈ રહી હતી. આ સમય દરમિયાન, વિરોધીઓએ ઘણા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા અને અવામી લીગ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તમને જણાવી દઈએ કે શેખ હસીનાના ઓનલાઈન સંબોધનની થોડી મિનિટો પહેલા વિદ્યાર્થીઓના હિંસક ટોળા દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
રાત્રે ૯:૦૦ વાગ્યે સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વિરોધીઓ ૮:૦૫ વાગ્યે ધનમંડી-૩૨ નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરૂ કરી દીધી હતી. અને સૂત્રોચ્ચાર કર્યા.
‘‘ફાશી ફાશી ફાશી ચા, શેખ હસીનાર ફાશી ચા''
‘‘આખું બાંગ્લા ખોબોર આપો, મુજીબદાર ખોબોર આઆપો''
‘‘આવામી લીગથી કંટાળી ગયા, બાંગ્લાદેશીઓ થાકી ગયા''
વિરોધીઓએ અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. આ સમયે પણ, ભારે હિંસા ચાલુ છે.
જ્યારે વિરોધીઓએ ધનમોન્ડી-૩૨ રોડ પર હુમલો કર્યો ત્યારે ઓછામાં ઓછા સો અધિકારીઓ તૈનાત હતા. જોકે, પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી તે અંગે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટ માહિતી મળી ન હતી. દરમિયાન, ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર મસુદ આલમે સાંજે ૭:૩૦ વાગ્યે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમને ‘‘બુલડોઝર સરઘસ'' વિશે કોઈ માહિતી નથી.
ગયા વર્ષે એક લોકપ્રિય બળવામાં અવામી લીગ સરકારને પદભ્રષ્ટ કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે. આજના વિરોધ પ્રદર્શન દરમિયાન, ‘‘બુલડોઝર સરઘસ'' ની જાહેરાત કરતું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ.
શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક નિવાસસ્થાન પરના આ હુમલાએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વિરોધીઓના ગુસ્સાને વધુ ઘેરો બનાવ્યો છે. આવામી લીગ અને શેખ હસીના વિરુદ્ધ વિરોધની આ ઘટનાઓ બાંગ્લાદેશમાં વધતા રાજકીય તણાવના સાક્ષી છે
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
