<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

વજન ઘટાડવા માટેની દવા ખાતા ખેડૂત નેતાનું મોત

સોશિયલ મીડિયા પર જાહેરાત જોઇ હતી

બાગપત, તા.૬: ઉત્તરપ્રદેશના બાગપતમાંથી એક ચોંકવનારો કિસ્‍સો સામે આવી રહયો છે. હકીકતમાં એક શખ્‍સે પોતાનું વજન ઘટાડવા માટે સોશિયલ મીડિયા ફેસબુક પર જાહેરાત જોઈને ઓનલાઈન દવા મંગાવી હતી. આ દવા ખાવાના કારણે શખ્‍સની કિડની ખરાબ થઈ હતી અને એ પછી તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના સામે આવતાં આ વિસ્‍તારમાં દોડધામ મચી ગઈ હતી.

યુપીના બાગપત જીલ્લાની માતા કોલોનીમાં રહેતા ૪૦ વર્ષીય ફુરકાને વજન ઓછું કરવા માટે ઓનલાઈન દવા મંગાવીને ખાવાની શરુ કરી હતી. દવાથી થોડા જ દિવસમાં વજન ઓછું થવા લાગ્‍યું. પરંતુ ધીરે ધીરે તેની કિડની ખરાબ થવા લાગી હતી. છેલ્લા સાત મહિનામાં કુરકાનની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ તેના શરીરમાં કોઈ સુધારો આવતો નહતો. ધીરે ધીરે કિડની કામ ન કરતાં ડોક્‍ટરોએ ડાયાલિસિસ કરાવાની સલાહ આપી હતી. પરંતુ ગઈકાલ તેનું મોત થયું હતુ.

આજકાલ લોકો પોતાનું વજન ઓછુ કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનું સેવન કરતાં હોય છે. આવી દવાઓ ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. આવી દવાની આડ અસર વધારે હોય છે. હકીકતમાં આ પ્રકારની દવાઓમાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરવામાં આવેલુ હોતું નથી. લોકો જાહેરાતો જોઈને તેના પર વિશ્વાસ કરી બેસે છે. ડોક્‍ટરોના કહેવા પ્રમાણે આવી દવાઓ પર ક્‍યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં.(

(9:46 AM IST)