<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૩૮

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિઃ- ૩૮: ‘‘ ધ્‍વનિના કેન્‍દ્રમાં સ્‍નાન કરો, જાણે કોઇ ધોધના અખંડ ધ્‍વનિમાં સ્‍નાન કરી રહ્યા હોવા અથવા કાનોમાં આંગળીઓ નાખીને નાદોના નાદ અનાહતને સાંભળો''

આ વિધીનો પ્રયોગ અનેક રીતે કરી શકાય છે. એક રીત એ છે કે ગમે ત્‍યાં બેસીને આને શરૂ કરો. ધ્‍વનિઓ તો હંમેશા હાજર જ છે. કાં તો બજાર હોય કે હિમાલયની ગુફા , ધ્‍વનિઓ બધી જગાએ છે.  ચુપ થઇને બેસી જાઓ.

 ધ્‍વનિઓ સાથે એક ખાસ ખુબી છે. જયાં પણ જયારે પણ કોઇ ધ્‍વનિ થશે, તમે એનું કેન્‍દ્ર હશો. બધી ધ્‍વનિઓ તમારી પાસે આવે છે. ચાહે તે ગમે ત્‍યાંથી આવે, કોઇપણ દિશામાંથી આવે.આંખો સાથે જોવાની સાથેની વાત નથી. દૃષ્‍ટિ રેખાબધ્‍ધ છે. હું તમને જોઉં છું તો મારાથી તમારા સુધી એક રેખા ખેંચાઇ જાય છે. પરંતુ ધ્‍વનિ વર્તુલાકાર છે, તે રેખાબધ્‍ધ નથી. બધી ધ્‍વનિઓ વર્તુળાકાર આવજે છે અને તમે એમનું કેન્‍દ્ર છો. તેમ જયાં પણ હોવ તમે હંમેશા ધ્‍વનિનું કેન્‍દ્ર છો ધ્‍વનિઓ માટે તમે હંમેશા પરમાત્‍મા છો, આખા બ્રહ્માંડનું કેન્‍દ્ર દરેક ધ્‍વનિ તમારા તરફ યાત્રા કરી રહી છે.

આ વિધી કહે છેઃ ‘‘ ધ્‍વનિના કેન્‍દ્રમાં સ્‍નાન કરો.''  જો તમે આ વિધીનો પ્રયોગ કરી રહ્યા હોવ તો તમે જયાં પણ છો ત્‍યાં આંખો બંધ કરી લો અને ભાવ કરો કે આખું બ્રહ્માંડ ધ્‍વનિઓથી ભરાયેલુ છે. તમે ભાવ કરો કે દરેક ધ્‍વનિ તમારા તરફ વહે છે. તમે એનું કેન્‍દ્ર છો. એવો ભાવ કે હું કેન્‍દ્ર છું અને તમને ગહેરી શાંતીથી ભરી દેશે. આખું બ્રહ્માંડ  પરીઘ બની જાય છે. એ તમે એનું કેન્‍દ્ર થાઓ છો અને દરેક વસ્‍તુ, દરેક ધ્‍વનિ તમારા તરફ વહી રહ્યું છે.

પોતાને કેન્‍દ્ર સમજવા ઉપર જોર કેમ છે? કારણ કે કેન્‍દ્રમાં કોઇ ધ્‍વનિ નથી. કેન્‍દ્ર ધ્‍વનિ- શૂન્‍ય છે.  આ જ કારણ છે કે તમને ધ્‍વનિ સંભળાય છે. નહીતર ના સંભળાત ધ્‍વનિ જ ના સાંભળી શકશે પોતાના કેન્‍દ્રમાં ધ્‍વનિ-શૂન્‍ય હોવાને લીધે તમે ધ્‍વનિને પોતાના તરફ આવતા ભીતર પ્રવેશ કરતા, પોતાને  ઘેરતા સાંભળો છો.

જો તમે શોધી લો કે કેન્‍દ્ર કયાં છે. તમારા ભીતર તે જગા કયા છે જયાં બધી ધ્‍વનિઓ વહિને આવે છે તો અચાનક બધી ધ્‍વનિઓ વિલીન થઇ જશે અને તમે નિર્વિધ્‍નમાં, ધ્‍વનિ- શૂન્‍યતામાં પ્રવેશ કરી દેશો. જો તેમ એ કેન્‍દ્રને મહેસુસ કરી શકો કે જયાં સુધી  બધી ધ્‍વનિઓ સાંભળવામાં આવે છે તો ચેતના અચાનક વળી જાય છે. એક ક્ષણે તેમ નિધ્‍વનિ ભરેલા સંસારને સાંભળશો અને બીજી જ ક્ષણે તમારી ચેતના ભીતર તરફ વળી જશે અને બસ ધ્‍વનિને, મૌનને સાંભળશો જે જીવનનું કેન્‍દ્ર છે. એક વખત જો તમે એ ધ્‍વનિને સાંભળી લીધી તો બીજી કોઇ ધ્‍વનિ તમને વિચલીત કરી શકશે નહી તે તમારી સામે આવે છે પરંતુ તમારા સુધી પહોંચશે નહી. તે હંમેશા તમારા તરફ વહી રહી છે. પરંતુ તમારા સુધી પહોંચી શકતી નથી. એ એક બિન્‍દુ છે કે જયાં કોઇ ધ્‍વનિ પ્રવેશતી નથી તે બિન્‍દુ તમે છો.

 ‘‘ અથવા કાનોમાં આંગળીઓ નાખીને નાદોના, અનાહતને સાંભળો'' એક જ વિધીમાં બે વિપરીત વાતો કરી રહ્યા છે. આ એક અતિ છે. અથવા કાનોમાં આંગળીઓ નાખીને નાદોના નાદને સાંભળો, આ વાત બીજી અતિ છે. એક ભાગ કહે છે કે પોતાના કેન્‍દ્ર ઉપર પહોંચનાર ધ્‍વનિઓને સાંભળો અને બીજો ભાગ કહે છે કે બધી ધ્‍વનિઓને બંધ કરીને ધ્‍વનિઓની ધ્‍વનિને સાંભળો. એક વિધિમાં બંને સમાવવાનો એક વિશેષ આશય છે કે તમે એક છેડાથી બીજા છેડા સુધી ગતિ કરી શકો.

અહી ‘‘ અથવા'' પસંદ કરવા માટે નથી કહેતો કે એમાંથી કોઇ એકનો પ્રયોગ કરવાનો છે? ના બંને પ્રયોગ કરો. એટલા માટે એક વિધિમાં બંનેનો સમાવેશ કરેલો છે. પહેલા કેટલાક મહિના સુધી એકનો પ્રયોગ કરો અને પછી બીજાનો આ પ્રયોગથી વધુ જીવંત થશો અને તમે બંને છેડાઓને જાણી લેશો.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:41 AM IST)