<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

શિયા ઇસ્‍માઇલી સમાજના વડા આગાખાનની દફનવિધીની ટુંકમાં થશે જાહેરાતઃ પ૦મા ઇમામની નિયુકતી પણ જાહેર કરાશે

 

(બહાદુર હિરાણી) ડેડાણ તા.૬:  ઇસ્‍માઇલી ઇમામતના દીવાન જાહેરાત મુજબ હિઝ હાઇનેશ પ્રિન્‍સ કરીમ અલ-હુસૈની આગાખાન(ચોથા) શીખા ઇસ્‍માઇલી મુસ્‍લીમોના ૪૯માં વારસાગત ઇમામ (આધ્‍યાત્‍મીક નેતા) અને આગાખાન ડેવલપમેન્‍ટ નેટવર્કના સ્‍થાપક અને ચેરમેન પોર્ટુગલના લિસ્‍બનમાં ૮૮ વર્ષની વયે પરીવારની ઉપસ્‍થિતીમાં અવસાન પામ્‍યા છે.

પ્રિન્‍સ કરીમ આગાખાન પૈગંબર હ.મુહમ્‍મદ ના તેમની પુત્રી, હઝરત બીબી ફાતીમા, અને પૈયગંબર સાહેબના પિતરાઇ ભાઇ અને જમાઇ અને ઇસ્‍લામના ચોથા યોગ્‍ય રીતે માર્ગદર્શીત ખલીફા તથા પ્રથમ શાઆ ઇમામ હઝરત અલી મારફત તેમના સીધા વંશજ હતાં.

તેઓશ્રી પ્રિન્‍સ અલી ખાન અને જોન યાર્ડે-બુલ્લરના સૌથી મોટા પુત્ર અન ેસ્‍વર્ગસ્‍થ સર સુલતાન મોહમ્‍મદ શાહ આગાખાન ત્રીજાના પૌત્ર અને ઇમામ તરીકે તેમના વારસ હતાં.

તેઓશ્રી સમગ્ર જીવન દરમ્‍યાન નામદાર આગાખાન ચોથાએ જણાવ્‍યું હતુ કે ઇસ્‍લામ એક વિચારશીલ અને આધ્‍યાત્‍મીક ધર્મ છે. જે કરૂણા અને સહિષ્‍ણુતા શીખવે છે અને માનવજાતીના ગૌરવને જાળવી રાખે છે.

હિઝ હાઇનેસે તેઓશ્રીનું જીવન તેમના સમુદાયના અને જાતીસ્ત્રી-પુરૂષ કે વંશીયતા અથવા ધર્મના કોઇપણ ભેદભાવ વિના તેમના સમુદાયની સાથે રહેતા દેશના લોકોના જીવનની પરીસ્‍થિતી સુધારણા કરવા માટે સમર્પીત કર્યુ હતું અને તેઓશ્રીએ વિશ્વના સૌથી મોટા ખાનગી આંતરરાષ્‍ટ્રીય વિકાસ સંસ્‍થા (ડેવલપમેન્‍ટ ઓર્ગેનાઇઝેશન)ની સ્‍થાપના કરી હતી અને તેનું માર્ગદર્શન કર્યુ હતું. કે જે વિશ્વના કેટલાક નિર્બળ અને અવિકસીત પ્રદેશોમાંના સમુદાયોમાં સેવા આપે છે.

તેઓશ્રીએ એક રાજનેતા અને શાંતી તેમજ માનવ પ્રગતીના રક્ષક તરીકે વૈશ્વિક સ્‍તરે આદર પ્રાપ્ત કર્યુ હતું. પ૦માં ઇમામની નિયુકતી કરવામાં આવી છે અને આગામી દીવસોમાં હિઝ હાઇનેસના વસીયતનામાના વાંચન બાદ તેની જાહેરાત કરવામાં આવશે.

તેઓશ્રીની દફન વિધી (અંતીમ સંસ્‍કાર)ની વ્‍યવસ્‍થાઓ અંગેની માહીતી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(11:58 AM IST)