News of Thursday, 6th February 2025
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ ૩૩ ગુજરાતીઓ પોલીસ સાથે વતન રવાના
સૌથી વધુ ઉત્તર ગુજરાતના : ૮ સગીર : જીલ્લાવાઇઝ પોલીસ દ્વારા વાહનોની ફાળવણી કરાઇ

અમદાવાદ, તા. ૬ : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. અમળતસર પહોંચ્યા બાદ તમામ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે.. અમળતસરમાં તમામ ઓળખ અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી.. અમેરિકાથી પરત આવેલા ૧૦૪ ભારતીયોમાં ૩૩ ગુજરાતીઓ છે.. રાજ્ય સરકારે આ ૩૩ લોકોને ઘરે પહોંચાડવા વ્યવસ્થા કરી છે.. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. અમદાવાદથી તમામ લોકો પોલીસ સાથે તેમના ઘરે પહોંચી રહ્યા છે.. આ માટે જિલ્લા મુજબ પોલીસે વાહનોની ફાળવણી કરી છે.. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન દરમ્યાન એરપોર્ટ પર IB, CID અને સ્થાનિક પોલીસનો કાફલો હાજર છે. DCP લેવલના અધિકારી પણ હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે હાજર છે.. અમેરિકાથી પરત આવનારા લોકોમાં મહેસાણાના ૧૨ લોકો છે. ગાંધીનગરના પણ ૧૨ લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના ૪ અને અમદાવાદના ૨ લોકો શામેલ છે. તો ખેડાના ૧, વડોદરાના ૧ અને પાટણના ૧નો સમાવેશ થાય છે.
ડિપોર્ટ કરાયેલા ૩૩ ગુજરાતીમાં જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા, હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા, રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ, દરજી કેતુલકુમાર હસમુખભાઈ, મહેસાણા પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઈ, બાપુપુરા, ગાંધીનગર, ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર પ્રજાપતિ પિન્ટુકુમાર અમળતલાલ, થલતેજ, અમદાવાદ, પટેલ ખુશ્બુબેન જયંતીભાઈ, લુના, વડોદરા, ૧પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર, ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ, ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર, પટેલ નિકિતાબેન કનુભાઈ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા, પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ, ૧૫- રામી જયેશભાઈ રમેશભાઈ, વિરમગામ, રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા, પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ, પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ, પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ,(પાટણ), પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા, પટેલ માયરા નીકેતકુમાર, કલોલ, પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર(ગાંધીનગર), ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ (થરાદ-વાવ), ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ(ગાંધીનગર), ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા, ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા, ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા (મહેસાણા), ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા (મહેસાણા), ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા (ગાંધીનગર), ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર), ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા, ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર), ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. (૯.ર૧)
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
