<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

UPI ટ્રાન્ઝેક્શન સુવિધા ત્રણ કલાક બંધ રહેશે: જાણો તારીખ અને સમય

હવે ત્રણ કલાક માટે ટ્રાન્ઝેક્શન બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે

નવી દિલ્હી :નાણાકીય વ્યવહારમાં ઓનલાઈનનું ચલણ વધી ગયું છે અને લોકો યુપીઆઈનો ઉપયોગ કરીને નાની મોટી ખરીદી કરતા હોય છે. ભારત સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલે શાકભાજી વિક્રેતાઓથી લઈને મોટી દુકાનો અને મોલમાં UPI દ્વારા ચુકવણી કરવામાં આવી રહી છે. ત્યારે 8મી ફેબ્રુઆરીએ ત્રણ કલાક માટે UPI ટ્રાન્ઝેક્શન બંધ રહેશે.

   નોંધનીય છે કે યુપીઆઈ દ્વારા થઈ રહેલા મોટા ભાગના ટ્રાન્ઝેક્શનથી ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે ત્યારે હવે ત્રણ કલાક માટે ટ્રાન્ઝેક્શન બંધ રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

   HDFC બેંકે તેના ગ્રાહકોને જાણ કરી છે કે 8મી ફેબ્રુઆરી 2025ના રોજ, તેમના ગ્રાહકો 3 કલાક માટે UPI સિસ્ટમ દ્વારા વ્યવહાર કરી શકશે નહીં. એટલે કે આ HDFC બેંક સિવાયના ગ્રાહકોને લાગુ રહેશે નહીં.

  8 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 12:૦૦ થી 3:૦૦ વાગ્યા સુધી UPI સેવા બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકો કોઈને પણ ચુકવણી કરી શકશે નહીં કે પ્રાપ્ત કરી શકશે નહીં.

HDFC બેંક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ત્રણ કલાક માટે સિસ્ટમ મેન્ટેનન્સ કરશે. જેને કારણે આ સમયગાળા દરમિયાન UPI સેવા બંધ રહેશે.

 બેંક દ્વારા ગ્રાહકો માટે માહિતી જારી કરવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ડાઉનટાઇમ દરમિયાન, બચત ખાતા, ચાલુ ખાતા અથવા રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ UPI વ્યવહારો શક્ય બનશે નહીં. તેથી, બેંકે તેના ગ્રાહકોને સમયનું ધ્યાન રાખવા અને પોતાનું કામ અગાઉથી પૂર્ણ કરવા સૂચના આપી છે.

(1:36 PM IST)