News of Thursday, 6th February 2025
ચાર વાર મૃત્યુને ભેટીને પાછી આવી: સ્વર્ગમાં સોનેરી અને ગુલાબી રંગના વાદળો જોયા :અમેરિકન મહિલાનો દાવો
જાણો 62 વર્ષીય અમેરિકન મહિલા શેરોન મિલિમેનની વાર્તા: ઘણી વાર તેને મૃત્યુનો સામનો કર્યો, પણ મૃત્યુ ફરી નવું જીવન આપીને ચાલ્યું ગયું.

નવી દિલ્હી :આપણે ત્યાં એવી કહેવત છે 'રામ રાખે તેને કોણ ચાખે', જેનો અર્થ છે જેની પર ભગવાનનો આશીર્વાદ હોય છે, તેનું કોઈ કશું જ બગાડી શકતું નથી. આ કહેવત એક અમેરિકન મહિલાને એકદમ બંધબેસે છે. આ અમેરિકન મહિલા એક નહીં, બે નહીં, પણ ચાર વાર યમરાજને મળીને પાછી આવી. સ્વર્ગ પણ પહોંચી ગઈ. પણ તેની સાથે દર વખતે કંઈક એવું બને છે કે દર વખતે તેની આત્મા શરીરમાં પાછી આવી જાય છે
આ મહિલા હવે સોશિયલ મીડિયા પર પોતાની વાર્તા કહી રહી છે. આ સાંભળીને બધાને નવાઈ લાગી રહી છે. આ વાર્તા કોઈ ફિલ્મી વાર્તા નથી, પરંતુ 62 વર્ષીય અમેરિકન મહિલા શેરોન મિલિમેનની વાર્તા છે. ઘણી વાર તેને મૃત્યુનો સામનો કર્યો, પણ મૃત્યુ ફરી નવું જીવન આપીને ચાલ્યું ગયું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન મહિલા શેરોને જણાવ્યું કે જયારે તે 13 વર્ષની હતી. ત્યારે તે તેની માતા સાથે દરિયામાં તરી રહી હતી. પછી અચાનક મોજા વધુ તેજ બન્યા. પછી એવું લાગ્યું કે કાળના મુખમાં પહોંચી ગઈ. એવું લાગ્યું કે જાણે આત્મા શરીર છોડીને ચાલી ગઈ હોય. પરંતુ નસીબે તેને સાથ આપ્યો અને દરિયામાં હાજર કોસ્ટ ગાર્ડે તેને બચાવી લીધી. આ જીવનનો પહેલો મોકો હતો. જ્યારે તેનો યમરાજ સાથે સામનો થતાં-થતાં રહી ગયો.
ફરી એકવાર તેનો મોત સાથે સામનો થયો. આ વખતે મુસીબત આકાશમાંથી પડી. મહિલા પર વીજળી પડી. શેરોન કહે છે કે તેને એવું લાગ્યું કે જાણે તેની આત્મા શરીર છોડીને ચાલી ગઈ હોય. હું સીધી સ્વર્ગમાં પહોંચી ચુકી છું. ત્યાં સોનેરી અને ગુલાબી રંગના વાદળો જોવા મળ્યા. શેરોને જણાવ્યું કે સ્વર્ગનો નજારો ખૂબ જ સુંદર હતો. આ કલ્પનાથી ઘણું આગળ હતું.
મહિલાએ આગળ જણાવતા કહ્યું કે એક વખત તેણે ભૂલથી ખોટી દવા ખાઈ લીધી હતી. આ સમય દરમિયાન તેને લાગ્યું કે આત્મા તેના શરીરને છોડીને ચાલી ગઈ છે. તેણે કહ્યું કે એ જ રીતે એકવાર સર્જરી દરમિયાન, તેને લાગ્યું કે તેનું શરીર કામ કરી રહ્યું નથી. આત્મા શરીરથી અલગ થઈ ગઈ છે. આ વખતે પણ એવું લાગ્યું કે આત્મા શરીર છોડીને સ્વર્ગમાં ચાલી ગઈ.
શેરોને જણાવ્યું કે જ્યારે તે સ્વર્ગમાં પહોંચી ત્યારે તેણે સુંદર રોશની જોઈ. શાંતિનો અનુભવ થયો. શેરોનના આ શબ્દો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓમાં આવી ગયા છે. કેટલાક લોકોએ તેને દૈવી શક્તિ માન્યું. જયારે કેટલાક લોકોનું કહેવું છે કે આ એક માનસિક ભ્રમ છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે શેરોન સંપૂર્ણપણે પાગલ છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
