<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

દીપિકા પાદુકોણથી લઈને મેરી કોમ સુધી, આ મોટી હસ્તીઓ બાળકો સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા' : દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે, મેરી કોમ અને અવની લેખા જીવનમાં પડકારોનો સામનો કરવાના તેમના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું કામ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવાદ કાર્યક્રમમા સોનાલી સબરવાલ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, યુટ્યુબર ટેકનિકલ ગુરુ જી, રાધિકા ગુપ્તા, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર અને હેલ્થ ઈન્ફલ્યુનર ફૂડ ફાર્મરનો સમાવેશ

નવી દિલ્હી તા.૬ : પરિક્ષા પે ચર્ચામાં, દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરશે, જ્યારે મેરી કોમ અને અવની લેખા જીવનમાં પડકારોનો સામનો કરવાના તેમના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું કામ કરશે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ તણાવ વ્યવસ્થાપન અને માઇન્ડફુલનેસ પર વિશેષ ટિપ્સ આપશે. 

આ વર્ષે 10 ફેબ્રુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા'નું આયોજન કરવામાં આવશે. આ વર્ષે આ કાર્યક્રમમાં મોટી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે આધ્યાત્મિક ગુરુ સદગુરુ, બોલિવૂડ આઈકન દીપિકા પાદુકોણ, મેરી કોમ અને અવની લેખા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા અને તણાવ ઓછો કરવા માટે ટિપ્સ આપશે.

આ વર્ષે, મુખ્ય મહેમાનોમાં સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરી કોમ, પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અવની લેખારા, સોનાલી સબરવાલ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, યુટ્યુબર ટેકનિકલ ગુરુ જી, રાધિકા ગુપ્તા, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર અને હેલ્થ ઈન્ફલ્યુનર ફૂડ ફાર્મરનો સમાવેશ થશે. કુલ 2,500 પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમના શીખવાના અનુભવને વધારવા માટે શિક્ષણ મંત્રાલય તરફથી PPC કિટ્સ પ્રાપ્ત કરશે.

જ્યારે દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય પર વાત કરશે, મેરી કોમ અને અવની લેખા જીવનમાં પડકારોનો સામનો કરવાના તેમના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું કામ કરશે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ તણાવ વ્યવસ્થાપન અને માઇન્ડફુલનેસ પર વિશેષ ટિપ્સ આપશે.

પરીક્ષા પે ચર્ચાનો હેતુ

આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે માર્ગદર્શન આપવાનો છે. આ વર્ષે પણ પસંદગીના લોકોને મીડિયા સાથે વાતચીત કરવાની તક મળી શકે છે. આ કાર્યક્રમની આઠમી આવૃત્તિ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે. પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી માટે તમે CBSE વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

(4:10 PM IST)