News of Thursday, 6th February 2025
ઉત્તર ભારતમાં તાપમાનમાં અચાનક ઘટાડો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું કારણ :આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન ? જાણો IMD ની લેટેસ્ટ અપડેટ
ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીએ દસ્તક આપી: હાલમાં ઉત્તર પાકિસ્તાન પર હાજર પશ્ચિમી વિક્ષેપ અને તેની સાથે સંકળાયેલ ટ્રફ ઉત્તર ભારતના હવામાનને અસર કરી રહી છે

ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીએ દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં ઉત્તર પાકિસ્તાન પર હાજર પશ્ચિમી વિક્ષેપ અને તેની સાથે સંકળાયેલ ટ્રફ (નીચા દબાણનો વિસ્તાર) ઉત્તર ભારતના હવામાનને અસર કરી રહી છે. આ કારણોસર છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો છે.
IMD વિજ્ઞાની સોમા રોયે કહ્યું, "ઉત્તર પાકિસ્તાન પરનું પશ્ચિમી વિક્ષેપ ધીમે ધીમે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે દિવસભર વાદળછાયું આકાશ અને વરસાદને કારણે તાપમાન સ્થિર હતું, પરંતુ આજે સવારે તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં 2.8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, IMDનું કહેવું છે કે હવે તાપમાનમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. આગામી ત્રણ-ચાર દિવસમાં દિલ્હીનું તાપમાન પણ સામાન્ય થવાનું શરૂ થઈ જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં. જો કે, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 1-2 ડિગ્રીનો થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તે પછી તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થશે.
IMD એ 8 ફેબ્રુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવા વિશે પણ માહિતી આપી છે, જે ઉત્તર-પશ્ચિમ હિમાલયને અસર કરશે. હિમાલયના વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીથી 12-13 ફેબ્રુઆરી દરમિયાન હિમવર્ષા થશે. 6-7 ફેબ્રુઆરીની રાત્રે અરુણાચલ પ્રદેશ અને આસામમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.
6 અને 7 ફેબ્રુઆરીએ દિલ્હીમાં તાપમાન થોડું વધુ ઘટશે, પરંતુ તે વધારે ઠંડી નહીં હોય. 8 ફેબ્રુઆરી પછી તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવા લાગશે. આગામી દિવસોમાં દિલ્હીનું હવામાન સામાન્ય રહેશે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
