News of Thursday, 6th February 2025
રામનગરી અયોધ્યામાં વૅક્સ મ્યુઝીયમ બનશે
એક-એક મોડલ બનાવવામાં ૩૦થી૩૫ કિલો વૅક્સ વપરાશે. આ યોજના પાછળ રૂ.૫ કરોડનો ખર્ચ થશે.

અયોધ્યા: રામનગરી અયોધ્યાનો વિકાસ ધાર્મિક સાથે હવે પર્યટનની દ્રષ્ટિએ પણ કરવામાં આવી રહ્યો છે. રામઘાટ ક્ષેત્રમાં એક વૅક્સ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે, જે ભગવાન શ્રીરામની કથા પર આધારિત હશે. એને રામાયણ વૅક્સ મ્યુઝીયમ એવું નામ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં એક પણ વૅક્સ મ્યુઝીયમ નથી, તેથી આ પહેલું વૅક્સ મ્યુઝીયમ બની રહ્યું છે, જેથી અયોધ્યમાં દૂર- દૂરથી આવતા ભાવિકો રામમંદિર સિવાય બીજા મઠ અને મંદિરમાં જાય છે, તેની સાથે-સાથે આ વૅક્સ મ્યુઝીયમની પણ મુલાકાત લેશે, તો તેમને ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ મળી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે. રામાયણ વૅક્સ મ્યુઝીયમમાં રામચરિત માનસની કથા પર આધારિત ૫૦ પ્રસંગના મોડલ વિકસાવવામાં આવશે અને આ માટે પરિક્રમા માર્ગ પર રામઘાટ વિસ્તારમાં ૧૦ હજાર ચોરસ ફુટના વિસ્તારમા આ પ્રોજેક્ટ ઉભો કરવામાં આવશે. એમાં બે ક્વિન્ટલ વૅક્સનો ઉપયોગ થશે. આ મ્યુઝિયમ બનાવવાની યોજના ૨૦૨૩ માં તૈયાર કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ માટે બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે, પ્રતિમાઓ બનાવવા માટે સારી ક્વોલિટીના વૅક્સનો ઉપયોગ કરવામાં આવશે. એક-એક મોડલ બનાવવામાં ૩૦થી૩૫ કિલો વૅક્સ વપરાશે. આ યોજના પાછળ રૂ.૫ કરોડનો ખર્ચ થશે. ફેબ્રુઆરીના અંતમાં સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
