News of Thursday, 6th February 2025
ઝોમેટોનું નામ બદલાઈ ગયું: કંપની બોર્ડે મંજૂરી આપતા હવે જાણો કયા નવા નામથી ઓળખાશે
કંપનીએ કહ્યુ છ કે એપનું નામ બદલવામાં આવશે નહીં

ભારતની અગ્રણી ફૂડ અને ગ્રોસરી ડિલીવરી કંપની ઝોમેટોએ જાહેરાત કરી છે કે તે પોતાનું નામ બદલીને 'ઈટરનલ'કરવા જઈ રહી છે. કંપનીનું નામ બદલવા અંગે કંપનીએ કહ્યું છે કે ઝોમેટો બોર્ડે કંપનીનું નામ ઝોમેટોથી બદલીને ઈટરનલ (Eternal) કરવાની મંજૂરી આપી છે.
આ સાથે કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 6 ફેબ્રુઆરી એટલે કે આજે યોજાયેલી બેઠકમાં એક ઠરાવ અંતર્ગત કંપનીનું નામ ઝોમેટો લિમિટેડથી બદલીને ઈટરનલ લિમિટેડ કરવા તથા તેને અમલી બનાવવા માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તથા આર્ટીકલ ઓફ એસોસિએશનમાં આ સુધારાને મંજૂરી આપી છે.
આ સાથે કંપનીએ કહ્યુ છ કે એપનું નામ બદલવામાં આવશે નહીં. જોકે સ્ટોક ટિકરને ઝોમેટોથી બદલીને ઈટરનલ કરવામાં આવશે. ઈટરનલમાં ચાર મુખ્ય બિઝનેસ ઝોમેટો, બ્લિંકિટ, ડિસ્ટ્રીક્ટ અને હાઈપરપ્યોરનો સમાવેશ થાય છે.
ઝોમેટોના ગ્રુપ CEO અને સહ-સ્થાપક દીપિદર ગોયલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને પાઠવેલા પત્રમાં કહ્યું કે જ્યારે અમે બ્લિંકિટનું અધિગ્રહણ કર્યું તોઅમે કંપની તથા બ્રાન્ડ/એપ વચ્ચે એક અંતર કેળવવા માટે આંતરિક રીતે ઈટરનલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ.
દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 1.22 એટલે કે 0.53 ટકા તૂટી રૂપિયા 229.90 પર બંધ રહ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 64.27 ટકાનો ઉછાળો આવ્યો છે
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
