<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

દિલ્હીમાં ઓપરેશન લોટસ શરુ' દિલ્હી ચૂંટણી પરિણામ પહેલા સંજય સિંહે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

સંજય સિંહે કહ્યું, "ઘણા ધારાસભ્યોએ અમને જાણ કરી કે અમારા સાત ધારાસભ્યોને પાર્ટી છોડવા, પાર્ટી તોડવા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે 15-15 કરોડ રૂપિયાની ઑફર મળી

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ચૂંટણી પરિણામો પહેલા ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ' શરૂ થઈ ગયું છે.

ચૂંટણી પરિણામો પહેલા AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાજપે દિલ્હીમાં 'ઓપરેશન લોટસ' શરૂ કરી દીધું છે. ભાજપે 8 ફેબ્રુઆરી પહેલા હાર સ્વીકારી લીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. કેટલાકમાં તેઓ સફળ રહ્યા. પૈસા અને તપાસ એજન્સીનો ઉપયોગ કરી રહ્યા છેૃ. દિલ્હીમાં અમારા બે મંત્રીઓને તોડ્યા તેમ છતાં અમે ઘણા સંઘર્ષ પછી દિલ્હીને બચાવી છે.
સંજય સિંહે કહ્યું, "ઘણા ધારાસભ્યોએ અમને જાણ કરી કે અમારા સાત ધારાસભ્યોને પાર્ટી છોડવા, પાર્ટી તોડવા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે 15-15 કરોડ રૂપિયાની ઑફર મળી છે. તેમાંથી એક-બે ને મળીને આ ઑફર પણ આપવામાં આવી હતી. આમ આદમી પાર્ટી પાર્ટી છોડીને ભાજપ સાથે સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે."
સંજય સિંહે કહ્યું કે આ સમગ્ર મામલામાં અમે અમારા તમામ ધારાસભ્યોને કહ્યું છે કે જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ આવા તમામ કોલ રેકોર્ડ કરે. આ અંગે ફરિયાદ કરવામાં આવશે. જો કોઈ તમને મળવાની ઓફર કરે છે, તો તેનો વીડિયો બનાવવા માટે છુપાયેલા કેમેરાનો ઉપયોગ કરો. તેની માહિતી મીડિયાને અને પછી દરેકને આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે અમે અમારા ધારાસભ્યોને એલર્ટ કરી દીધા છે

(8:51 PM IST)