News of Thursday, 6th February 2025
વેન્ટેઝ કારોનો કાફલો કાર રેલીના રૂપમાં જોવા મળશે
રેલીમાં ૧૨૫ દુર્લભ વિન્ટેઝ અને ક્લાસિક કારો અને ૫૦ વિરાસત મોટર સાયકલો પ્રદર્શિત કરવામાં આવશે.

નવીદિલ્હી: એશિયાના સૌથી મોટા કાર કલેકટર તેમજ ૨૧ ગન સૈલ્યૂટ હેરિટેઝ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના સંસ્થાપક તેમજ ટ્રસ્ટી મદન મોહનના જણાયા પ્રમાણે પોતાનું ૧૧ મુ સંસ્કરણ વિન્ટેઝ કારોનો ભવ્ય વિરાસત શૉ ૨૧થી૨૩ ફેબ્રુઆરી સુધી થશે. તેને માટે વિન્ટેઝ કારોની રૈલી ઈન્ડિયા ગેટ દિલ્હીથી શરૂ થઈને ગુરુગ્રામ સુધીની સડકો પર એકવાર ફરીથી આયોજીત કરી રહ્યા છે. આ શૉ ૨૧થી૨૩ ફેબ્રુઆરી સુધી થશે. આ રેલીમાં સામેલ થનારી ૧૨૫ દુર્લભ વિન્ટેઝ અને ક્લાસિક કારો અને ૫૦ વિરાસત મોટર સાયકલો પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં પોતાની અંદર એક ભવ્ય અનોખો ઇતિહાસ ભરી રાખ્યો છે. કારોનો ઇતિહાસ જાણવા, કારોને નજીકથી જોવા માટે એક ખાસ ભવ્ય વિરાસત શૉ ગુરુગ્રામમાં થશે. અહીં વિન્ટેઝ કારોને નાગરિકો પ્રત્યક્ષ જોઈ શકશે.
અહી ખાસ આકર્ષણના કેન્દ્રમાં રહેશે વર્ષ ૧૯૮૪ માં બનેલ બેન્ટલે માર્ક-૬ ડ્રોપહેડ કૂપ કાર. આ કાર વડોદરાની મહારાણીને માટે ખાસ ડિઝાઇન કરી હતી, ત્યાર પછી આ મોડલની બીજી કોઈપણ કાર બની નથી, એ તેની વિશેષતા છે. આ પ્રદર્શનમાં ૧૯૩૯ ની ડેલાહે (ફિગોની અટ ફ્લાસી) જેવી અનમોલ તથા એતિહાસિક કારો પણ જોવા મળશે. આ કારો પોતાની ઉત્તમ કારીગીરી અને લક્ઝરીનું પ્રતિક છે. તે ઉપરાંત રૉલ્સ-રૉયસૅ, બેન્ટલે, કૈડિલૈક, ફોર્ડ અને અસ્ટન માર્ટીન જેવી વિશ્વ પ્રસિદ્ધ ગાડીઓ પણ આ શૉ નો એક ભાગ હશે
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
